________________
--------------પાકિસ્તાનનાં જૈન મંદિરો --- ---- રંગની ચાદર, જેના પર કુરાનનાં વાક્યો લખ્યાં હતાં. લોઢાની બારીની સૌથી ઉપર લખ્યું હતું – “હનરત વીવી નવી સરકાર”
કબર પર છત નહોતી, પણ દીવાલો પરથી લાગતું હતું કે પહેલા અહીં છત હતી. હબીબે પૂરી નમ્રતા અને વિધિપૂર્વક દુઆ માગી.
તેમના અસલ નામની કોઈને ખબર નથી, પણ સય્યદ મિયાં બરખુરદાર જે પસરુરની નજીક લડાઈમાં શહીદ થયા. મહોલ્લા ભાવડિયાની સાથે તેઓની મજાર છે. ભાવડા લોકોએ પણ સન્માનપૂર્વક તેને કાયમ રાખ્યો. હવે આ મહોલ્લા ને “મુહલ્લા ઈમામ સહિબ” કહે છે.”
હબીબ પોતાના બુઝુર્ગો તથા નગરવાસીઓ દ્વારા સાંભળેલી વાતો સંભળાવતો હતો. વાતો કરવામાં એક શ્રદ્ધા, સાચો લગાવ અને એક સાચા મુસલમાનનો પ્રેમ હતો.
'गौर से देखें तो काबे को सन्त परवाना कहें"
મજારમાંથી બહાર આવ્યા તો હબીબે બોલવાનું શરૂ કર્યું કે, તેના બુઝુર્ગ કહેતા હતા કે આ ઘરમાં સાધુજનો રહેતા હતા અને આજે પણ તેને ‘સાધુઓનો ડેરો' કહે છે. ત્યાં સામેનું ઘર ઉત્તમચંદ ભાવડાનું છે, જે અહીંના પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તથા કમિટીના સભ્ય પણ હતા.
અને આ જૈન સાધુઓનું નવું સ્થાન છે. મુસલમાનો તો તેને જૈન મંદિર કહે છે. જૈન સભા પણ અહીં થતી. મહોલ્લો ભાવડા ખૂબ ધનવાન મહોલ્લો લાગ્યો. બધાં મકાન ચાર-પાંચ માળનાં હતાં. હું વિચારતો હતો કે સમયની સાથે શું શું નથી બદલાતું અનેક જૈન તથા બૌદ્ધ મંદિરો અત્યારે હિન્દુ મંદિર તરીકે પૂજાય છે અને અનેક મંદિર હવે મસ્જિદ બની ગયાં છે !
એ રીતે કાલના જૈન સાધુ ખજાનચંદ આજે હજરત બાબા ખજાંચી સરકાર છે. ૭૦ વર્ષ પહેલાં જૈન મહાત્માનું સમાધિસ્થળ હતું અને આજે તે પીરબાબાની કબર બની ગઈ છે ! કાલે તેની જૈનો પૂજા કરતા અને આજે મુસલમાનો તેના શ્રદ્ધાળુ છે. કાલ હિન્દુસ્તાન, આજે પાકિસ્તાન. તેમના ખજાનચંદ, અમારા બાબા ખજાચી સરકાર !
૧૦૫)