________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો--------
પ્રકરણ : ૩૩
દેરાફેર અથવા કિલા દ્રાવિડ (દાદા જિનકુશલસૂરિજીનું સમાધિસ્થળ) सब तो खतरनाक ओह दिशा हुंदी ए નિદ વિન્ચ માત્મા રા સૂરજ્ઞ ૩ળું ગાવે . (પાસ) દાદાગુરુ જિનકુશલસૂરિજીની સ્વર્ગારોહણ ભૂમિ દેરાઉર તરફ આગળ વધી રહ્યા હતા. સફર લાંબી હતી રસ્તામાં પ્રથમ ‘યજમાન મંડી પહોંચ્યા. ત્યાંથી મળશે દ્રાવિડ કિલાની સડક. દૂરદૂર સુધી ફેલાયેલા વિસ્તારોમાં નાની નાની ઝાડીઓ જાણે જમીન પર સૂતેલી હોય તેમ લાગતી હતી. તેઓ રણપ્રદેશની સુહાગ છે. જ્યાં નજર પહોંચતી ત્યાં રણપ્રદેશના રંગ નજરે પડતા હતા.
बालू रेत थलां दी तपदी
जीवे जौं भुनण भुनियारे । અર્થાત્ રણપ્રદેશની રેતી એટલી ગરમ હોય છે, જેમ ભઠ્ઠીમાં જવને શેકવામાં આવતા હોય!
આગળ બહાવલપુર રાજ્ય હતું. હવે તેના ત્રણ જિલ્લા છે – બહાવલપુર, બહાવલનગર અને રહીયાર ખાં. એક સમયે ટેક્સલા (તક્ષશિલા) રાજ્યની સીમાઓ બહાવલપુર રાજ્ય સુધી હતી. ટેક્સલાની કેટલીય યાદગીરી અહીં મોજૂદ છે – જેમ કે રહીયાર ખાં માં – ‘પત્તન મુનારા'.
પત્તન મુનારા પ્રાચીન સ્થળ છે. અહીંના રાજાએ સિકંદર સાથે યુદ્ધ કર્યું હતું અને ઈ.સ. પૂર્વે ૩૨૫માં મૃત્યુ પામ્યો હતો. અહીં બીજી સદીનું પૂજાસ્થાન મળ્યું હતું, જે આ વિસ્તારમાં સૌથી સારી હાલતમાં હતું. તેને જ પત્તન મુનારા કહે છે.
રસ્તામાં ‘કિલા ફોલડા’ આવ્યું. આ કિલ્લાની પણ પોતાની કથા છે. આ કિલ્લામાંથી પણ જૈન મૂર્તિઓ મળી આવી છે. અહીં લાંબા સમય સુધી જેનો