________________
--------પાકિસ્તાનનાં જૈન મંદિરો --~-------- રહેતા હતા. જૈન સાધુઓનું પણ આવાગમન રહેતું.
સામે કિલ્લો દ્રાવિડ (દરાઉરો દેખાતો હતો. રેતીના સમુદ્રમાં લાલ ઇંટોના મિનારા જાણે અમને બોલાવતા હતા. થાક્યા ત્યારે કિલ્લાની દીવાલનો સહારો લઈને ઊભા રહ્યા.
દેરારિ ધીમે ધીમે તૂટતી દીવાલો, મોસમના મારથી જર્જરિત થતી ઇંટો ત્યાં હતી. દીવાલ તથા દરવાજાઓને પસાર કરતા અંદર પહોંચ્યા. આ દ્રાવિડ કિલ્લો છે, જેને હવે લોકો કિલ્લા દિલાવર તરીકે ઓળખે છે. તેનું જૂનું નામ હતું - દેરારિ. કિલ્લાની તારીખ દેખાતી નહોતી. ત્યારે લાગ્યું કે પગ નીચેની ઇંટો ખડખડાટ હસી પડી અને બોલી, “અમારી પાસે આ કિલ્લાની માહિતી (હકીકત) છે. અમારા શરીર પર હજુ સુધી તે હાથનાં નિશાન છે, જે આને (કિલ્લાને) બનાવીને ગયાં છે. આ કિલ્લાને રાજા દેવસિદ્ધ બનાવ્યો હતો. રાજાનું બીજું નામ દેવ રાવલ પણ હતું. અગાઉ આ કિલ્લાનું નામ દેવ રાવલ જ હતું. પછી દેરારિ નામ થઈ ગયું.'
હજી સુધી મને ખબર નહોતી કે હું શ્રી જિનકુશલસૂરિજીનું સમાધિસ્થાન જોઈ શકીશ કે નહીં? તે સમાધિસ્થળ કાયમ છે કે નહીં? સમાધિ કિલ્લાની અંદર છે કે બહાર - કંઈ ખબર નહોતી. મારા મિત્ર નદીમ ખાદરે કેટલાંક વર્ષો પહેલાં સમાધિસ્થળનો ફોટો બતાવ્યો હતો.
| વિચારતો હતો કે, સમાધિસ્થળ નજરમાં આવે અથવા તેની નિશાનીઓ મળે. અમે કિલ્લાની મોટી દીવાલ પાસેથી ચાલી રહ્યા હતા. દક્ષિણ દિશામાં એક નાનકડી ઈમારત નજરે પડી. આ એ જ સમાધિસ્થળ છે કે જેનો ફોટો મારા મિત્રએ મને બતાવ્યો હતો. હવે મને ત્યાં પહોંચવાની ઉતાવળ હતી. કાચાં મકાનોની વચ્ચેથી અમે સમાધિસ્થળ સુધી પહોંચ્યા.
મેં શ્રી જિનકુશલસૂરિજીની સમાધિના ચોખટ પર હાથ રાખ્યો. અંદર અંધારું હતું. ચાર ફૂટના વૃત્તાકાર ગુંબજમાં પ્રવેશ કર્યો. ત્યાં અંધારું હતું. દીવાલોનાં પડ ઉખડી ગયાં હતાં. થોડું અજવાળું થયું તો મને એવું લાગ્યું કે જાણે અહીં જૈન સાધુ તપશ્ચર્યા કરી રહ્યા છે. પોતાના જ્ઞાન-ધ્યાનમાં લીન છે.
૧૦૮