________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો ना मैं पाका विच पलीतां ना में विच कुफर दियां रीतां का जाणां मैं कौन वे बुल्हया
का जाणां मैं कौन । (बुल्हेशाह) અર્થાત્ હું પલીતો (દૂષિતો)માં પવિત્ર નથી, ન તો કાફિરોના કુફરમાં છું. હું અત્યાર સુધી પોતાને ‘સ્વ'ને શોધી રહ્યો છું કે હું કોણ છું?'
મુનિશ્રી ખજાનચંદજી મુનિ ખજાનચંદજીનો જન્મ એક સુખી પરિવારમાં પિતા મોહનશાહ અને માતા ગણેશીબાઈના નિવાસસ્થાને ઈ.સ. ૧૮૮૩માં થયો હતો. નાની ઉંમરથી જ વૈરાગ્યનો રંગ લાગી ગયો. ઈ.સ. (૧૯૦૩માં ગુજરાંવાલામાં સ્થાનકવાસી સાધુ (પછી પ્રધાનાચાર્ય શ્રી આત્મારામજી પાસે સાધુદીક્ષા ગ્રહણ કરી. પોતાની પ્રખર પ્રજ્ઞાથી જૈન આગમાનું જ્ઞાન પ્રાપ્ત કરીને, ધર્મપ્રચાર તથા સમાજ સુધારણાનાં કાર્યોમાં લાગી ગયા. પ્રાચીન (હાનિકારક) રીતરિવાજો તથા રૂઢિઓને દૂર કર્યા. કન્યાકેળવણી પર ભાર મૂક્યો અને શાળાઓ ખોલી. સાધુઓના નિવાસ માટે
સ્થાનકો (ભવન) બનાવવાનો ઉપદેશ આપ્યો. ઈ.સ. ૧૯૪૫માં પસરમાં તેઓ કાળધર્મ પામ્યા. મહોલ્લા ભાવડામાં તેમનું સમાધિસ્થાન બનાવવામાં આવ્યું.
બાબા ધર્મદાસ મોગલોના કાળમાં દુગડે ગોત્રના બાબા ધર્મદાસ, પોતાના સમયના દાનેશ્વરી અને જરૂરતમંદોને સહાય કરનારા થઈ ગયા. લોકો તેઓને ‘શાહજી'ના નામથી ઓળખતા.
એક વાર તેઓ પોતાના ખેતરમાં એકલા કામ કરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાકુઓ આવી પહોંચ્યા. સામનો કરતાં ડાકુઓના હાથે તેમનું મૃત્યુ થયું. મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો. રાત્રે માતાના સ્વપ્નમાં આવીને કહ્યું કે, “મારું મૃત્યુ થઈ ચૂક્યું છે. મારા અંતિમ સંસ્કાર ખેતરમાં જ આંબાના ઝાડ નીચે કરજો. અગ્નિસંસ્કાર કરી પાછળ ન જોતા તથા ત્યાં જ મારું સમાધિસ્થાન બનાવજો. તે વૃક્ષની કેરી મારી પત્નીને ખવડાવજો. તેના પેટમાં મારું બાળક છે.” તેઓની સમાધિ પણ પસરમાં બની – બાબા ધર્મદાસ પસરુર નિવાસી ગુગ્ગડ (ઓસવાલ) ગોત્રવાળાના ઉપકારી માનવામાં આવે છે.
૧૦૬