________________
-
- - - -પાકિસ્તાનનાં જૈન મંદિરો
-
--
પ્રકરણ : ૩૨
પસર ... વરસતા ર પસર મેરા
પુસ્તકોની દુનિયા એક ગજબની દુનિયા છે. મારો ઓરડો પુસ્તકોથી ભરેલો છે. એમાંથી કેટલાંક પુસ્તકો મારાથી શરમાય છે અને કેટલાંકથી હું શરમાઉં છું ! કેટલાંક મારાથી છુપાય છે, તો કેટલાંક ઈશારાથી બોલાવે છે !
મારી મોટી મુશ્કેલી એ છે કે કઈ વાત કે કયા અક્ષર મારા મનની સાચી ચિત્રકારી કરી શકશે ! “પીરબાબા સરકાર ખજાનચી'ની કથા શરૂ કરું કે પસરુરમાં મુનિ ખજાનચંદની સમાધિ વિશે જાણકારી કે તેઓ મુસ્લિમ પીર કહેવાયા એની વાત કરું ? કોઈ છેડો હાથ આવતો નથી.
લાહોરથી નારોવાલ જનારી સડક પરથી અમે પસરુર પહોંચવાના હતા. સિયાલકોટ જિલ્લાના તાલુકા પસરુરની ઉત્તરે સિયાલકોટ, પશ્ચિમમાં ગુજરાંવાલા અને પૂર્વમાં નારોવાલ તથા કિલા સોભાસિંહ શહેરો છે.
બહાર રસ્તા પર પંજાબી શાયર હયાત પસરુરીના પુત્ર અને કવિ હબીબ સાહિબ અમારી રાહ જોતા હતા. તેઓની સાથે શહેરમાં પહોંચ્યા અને ચા વગેરે બાદ ભાવડા મહોલ્લાની શોધમાં નીકળી પડ્યા.
બજારથી આગળ, જમણી બાજુ લગભગ ૧૦૦ મીટર લાંબી ગલી આગળ જતાં બે ભાગમાં વહેંચાઈ ગઈ. સામે દીવાલ પર “મોદી ખોખરાં લખ્યું હતું. અમે ડાબી તરફ વળ્યા.
અહીં ભાવડિયા દરવાજો હતો. મેં દરવાજાવાળી જગ્યાએથી ભાવડા મહોલ્લાની ગલીના ફોટા લીધા. અમારી સામે સુંદર મકાન હતું. હબીબ તેમાં જવા લાગ્યો અને મને પણ અંદર બોલાવી લીધો.
દરવાજાની સાથે નીચી છતનો વરંડો હતો. દીવાલની સાથે પાણીની વ્યવસ્થા, જ્યાં આવનારા લોકો હાથ-મોં ધોતા. એની સાથે કબર પર લીલા
(૧૦૪)