________________
---પાકિસ્તાનનાં જૈન મંદિરો “સાધુઓ પણ હતા ?'
“હા, પણ બહુ થોડા સમય માટે તેઓ આવતા. અમારા દાદાના વખતમાં આવતા હતા.'
“શું તમે આ મંદિરને અંદરથી જોયું છે ?'
હા, આ મંદિર અંદરથી ખૂબ મોટું અને સુંદર હતું. દીવાલો પર નકશીકામ કરેલી તસવીરો હતી. સાથે ફૂલ, છોડવા અને સાધુઓની તસવીરો. વચ્ચે મોટો ઘંટ. અંદર ઘણા ઓરડાઓ હતા.'
“આપના બુઝુર્ગોએ ક્યારેક મંદિર વિશે કંઈ કહ્યું છે ?'
“હા, અમારા બુઝુર્ગ દાદા-પરદાદા સદા આ મંદિર વિશે કહેતા કે, એક વાર અહીં ભાવડા લોકોનો મેળો ભરાયો હતો. આઠ દિવસ સમેલન ચાલ્યું હતું. બહારથી હજારો જેનો અહીં આવ્યા હતા. ઘણા જૈન સાધુઓ પણ હતા. તે વખતે આ મંદિરમાં જૈન પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી હતી. સનખતરાના હિન્દુમુસલમાન - બધા આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહીંના કેટલાય ભાવડા શેઠ પ્રખ્યાત હતા. તેમનો વ્યવસાય શરાફ અને કપડાં વાસણનો હતો. એક વાત યાદ આવે છે કે આ મંદિરના ઉપરનો કળશ કેટલાય માઈલો સુધી દેખાતો! મંદિર પાસે સાધુઓના ઉતારા માટેની વ્યવસ્થા પણ હતી.'
અત્યારે આ મંદિરમાં કોણ રહે છે ?'
“બે પરિવાર રહે છે. પહેલાં આ મંદિર ખાલી હતું. થોડાં વર્ષ પહેલાં કારભારીને મળીને હિન્દુ વકફ પાસે અલોટ કરાવેલ છે.'
એવું લાગ્યું કે નંબરદારને આ પરિવારોનું મંદિરમાં આવીને રહેવું સારું લાગ્યું નહોતું. તે મંદિરને માત્ર મંદિર રૂપે જ જોવા ઈચ્છતા હતા. તેમણે તો પેઢીઓથી તેને જૈન મંદિરના રૂપમાં જોયું હતું, હવે આ નવી ઓળખને તેઓ પચાવી શક્યા નહોતા. મને ખબર નથી કે તેઓની આ મંદિરવાળી ઓળખ ક્યાં સુધી ચાલશે ?
જૈન ગ્રંથોના વિવરણમાં ક્યાંક વાંચ્યું હતું કે પાછલી સદીમાં થઈ ગયેલા, જૈન ઇતિહાસના વિદ્વાન એક જૈન સાધુ-આચાર્ય વિજયેન્દ્રવિજયનો જન્મ સનખતરામાં થયો હતો. ત્યારે તેઓના સાથી સાધુ શ્રી વિદ્યાવિજયજી ઇતહિાસની શોધમાં સૂબા સિંઘમાં પણ ગયા હતા. જૈન યતિ ગુરુદાસ ઋષિએ વિ.સં. ૧૮૭૧, ઈ.સ.૧૭૧૪માં અહીં પન્નવણા સૂત્રની પ્રતિલિપિ લખી હતી.
૧૦૨