________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૩૧
સનબતશ Ė વી ફોજ જ્ઞાન ટી ના ........
“પહચાન'ની પોતાની જ કથા છે. ક્યારેક કોઈ સ્થાનવિશેષ સાથે વ્યક્તિની ઓળખાણ થાય છે અને ક્યારેક વ્યક્તિ જ કોઈ સ્થાનની ઓળખનું પ્રતીક બની જાય છે. કોઈનું કર્તવ્ય પણ તેની ઓળખ બની જાય છે.
સનખતરા જવા માટે અમે નારોવાલવાળી સડક પર હતા. સૌથી પ્રથમ પહોંચ્યા કરતારપુર સાહિબ. કરતારપુરની ઓળખ છે – ગુરુનાનકદેવ. આ સ્થાને તેઓએ ૧૮ વર્ષ ખેતી કરી, હળ ચલાવ્યા અને રાવી નદીના પાણીમાં સ્નાન કર્યું.
અહીં જ ભાઈ લહનાને ગુરુ અંગદ બનાવ્યા અને અહીં જ પંજાબી બોલીને ગુરુમુખી લિપિ મળી. મનુષ્યમાત્ર માટે ગુરુજીનું અમર વાક્ય અહીં જ પ્રફુરિત થયું -
“નામ ગપો, રિત વારો, વંદુ છો?
ગુરુનાનકના મતે એ જ મનુષ્યની ઓળખાણ છે, જે તેને અન્ય જીવો, પશુઓથી પણ અલગ પાડે છે.
અમારી ગાડી સડક પર દોડતી હતી. સડક પર સેના માટે બનાવેલા બંકરો હતાં. અમે ભારત-પાકિસ્તાનની સીમા પર ચાલતા હતા. બન્ને બાજુ બંકરો હતાં. રાજનીતિ, રાષ્ટ્રીય હિતની વાતોમાં ક્યાંય સામાન્ય જનતાનું નામ નથી ! સુરક્ષા નામે મિલિટરી, સિવિલ, નેતાઓ તથા અફસરોને લહેર છે, મરે છે તો બિચારી આમજનતા.
વાતો કરતાં સનખતરા પહોંચી ગયા. શહેરના પ્રથમ ચોકથી જ અમે જમણી તરફ વળ્યા. કોઈને પૂછવાની જરૂર ન પડી. મંદિર નજરે પડતું હતું. આગળ વધ્યા તો સનખતરાનું બજાર નજરે પડ્યું. રોનકવાળા લાંબા બજારની જમણી બાજુએ વળતાં જ મંદિર પહોંચી ગયા. અમારી સામે જ હતું –
JAIN SHVETAMBER TEMPLE WITH SHIKHAR - Hlezal દરવાજામાં પ્રવેશતાં જ સરકારી સ્કૂલ હતી - જેને તાળું મારેલું હતું. દરવાજાની
(૧૦૦)