________________
---પાકિસ્તાનનાં જૈન મંદિરો --------------- આ ધરતી પર કોઈ જૈન તીર્થંકરનાં ચરણ પડ્યાં હોય.
મેં નારીવાલના આ શ્વેતાંબર મંદિરના ઉદાસ કળશ તથા શિખરને એક વાર ફરી ધ્યાનપૂર્વક જોયાં. તેમની ઉંમર ૧૫૦ વર્ષ થઈ ચૂકી હતી.
પશ્ચિમ દિશાના સૂરજના કિરણોથી મારી આંખો બંધ થવા લાગી. ઇંટો અને મસાલાઓથી બનેલું શિખર ૧૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી ચૂક્યું છે. હવે તે દેહને પલટવાની અવસ્થામાં છે. મેં મારી તરફ નજર કરી. ઉત્તર મળ્યો, “ના, હું દેહ પલટી શકું નહીં. હું વધુમાં વધુ શરીરથી મુક્ત બનીને પરમાત્માનો હિસ્સો થઈ શકું છું અને મારું શરીર માટીમાં ભળી જઈને પોતાનું અસ્તિત્વ ખોઈ શકે છે.”
શરીરનું અસ્તિત્વ જ્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે ત્યારે માટીનું શરીર માટીમાં જ ભળી જાય છે. દાર્શનિક સૂફી કવિ બુલ્લેશાહના શબ્દોમાં - माटी कदम करेंदी यार
चार सइयाँ रत्न खेड़न गलियाँ पंजवीं विच सरदार
हस्स खेड मुड़ माटी होइयाँ पौदियां पैर पसार
___ माटी कदम करेंदी यार । અર્થાત્ આ અસાર સંસાર આમ ને આમ ચાલી રહ્યો છે. (પંચમહાભૂતોનું દર્શન છે) ચાર સખીઓ રમે છે. પાંચમી તેઓની સરદાર છે. અવધિ પૂર્ણ થઈ ગઈ. બધી પાછી આવી ગઈ – પગ પસારીને.
(૧) નારોવાલ શ્વેતાંબર જૈન સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રત્યે સારો લગાવ હતો. લાલા જસવંતરાય
(વકીલ), લાલા રતનલાલ (વકીલ), લાલા તિલકચંદ (M.Sc.), પ્રિન્સિપાલ જ્ઞાનચંદ (M.Sc.), ડૉ. સુશીલકુમાર, શ્રી વિજયકુમાર (વકીલ), શ્રી હંસરાજ (બી.એ.બી.ટી.) વગેરે કેટલાંક નામ ઉદાહરણરૂપે છે. વર્તમાનમાં બધા પરિવાર બટાલા, અબાલા –
લુધિયાણા, જાલંધર, દિલ્હી, ચંડીગઢ તથા ભોપાલ વગેરે જગ્યાએ વસેલો છે. (૨) ઈ.સ. ૧૯૪૧માં આચાર્ય વિજયવલ્લભસૂરિજીની નિશ્રામાં એક પગપાળા યાત્રીસંઘ,
નારીવાલથી કિલા સોભાસિંહના મંદિરના દર્શન-વંદન હેતુ ગયો હતો.
CC