________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઓળખાતી. ત્યાં ઘાસ પર બેસીને પત્તા રમી રહ્યા હતા તેમાંથી એક જણને મેં પૂછ્યું, ‘આ મહોલ્લાનું નામ શું છે ?’
‘આ મહોલ્લાનું નામ છે ‘ઉસ્માનિયા મહોલ્લો’. અગાઉ તે ‘ભાવડા મહોલ્લા' તરીકે ઓળખાતો. તેઓ ચાલ્યા ગયા એટલે નવા લોકોએ તેનું નામ પોતાની મરજી મુજબ રાખી લીધું. હવે તે લોકો તેનું જૂનું નામ બિલકુલ જાણતા નથી, પણ સરકારી દસ્તાવેજોમાં તેનું નામ ભાવડા મહોલ્લો છે.’
‘આને ભાવડા મહોલ્લા કેમ કહેતા હતા ?’
‘આ ભાવડાઓનો મહોલ્લો હતો. અહીંનાં કેટલાંક ઘરોનો એક જ મોટો પરિવાર હતો અને આ પરિવારના સો ઉપરાંત નાના-મોટા સભ્યો હતા. આ બધા એક જ દાદા-પરદાદાનાં સંતાનો હતાં. તેઓની અહીં ખૂબ સારી સંપત્તિ હતી. ‘પંજૂશાહ ધર્મચંદ્રકી સરાય' (જ્યાં અત્યારે શિક્ષણ વિભાગની ઑફિસ છે), કાલા મહલ, આ મંદિર, ઉપાશ્રય અને સ્કૂલ આ બધું તેઓનું હતું.’ ‘આ મંદિરમાં દરરોજ એક બોરી લોટનું ‘લંગર’ (સમૂહભોજન) ચાલતું હતું. તે લોકો સાથે મળીને જમતા. તેઓ શાંતિપ્રિય હતા. કોઈ સાથે લડાઈ-ઝઘડા કરતા નહીં. હું તમને તેઓનો આખો મહોલ્લો બતાવું છું.’
‘તમે અહીંના મૂળ વતની છો ?’
‘ના. અમે પણ ભારતમાંથી આવ્યા છીએ, પછી અહીં રહી ગયા. મારો
જન્મ અહીં જ થયો છે. સરકારી સ્કૂલમાં હું શિક્ષક છું.’
તે મારી સાથે ગલીના દરેક મકાન પાસે જઈને કહેતા કે, આ ભાવડા લોકોનાં મકાન છે. એક મકાન પર લખ્યું હતું - ‘મકાન લાલા રિખીરામ જૈન, જાગીરીમલ જૈન. સંવત ૧૯૮૧, ઈ.સ. ૧૯૨૫.’
આ આખો મહોલ્લો એક ગોળ ગલીથી પરસ્પર જોડાયેલો હતો. આખા મહોલ્લાનો આંટો લગાવીને અમે જૈન મંદિરના દરવાજા પાસે આવી ગયા. લખ્યું હતું – ‘જૈન શ્વેતાંબર મંદિર, વિથ શિખર’.
હું આ મંદિરના નિર્માણ બાદ લગભગ ૧૫૦ વર્ષ પછી તેના દરવાજા પાસે ઊભો હતો – કેટલીય ઋતુઓના ગીત લઈને. સંભવ છે કે હજારો વર્ષ પૂર્વે
૯૮