________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
આ જગ્યાને મંદિર તથા તેના શિખરના પગ કહી શકાય. આ અમારો મંદિરમાં પહેલો પડાવ હતો. સાથે ચાલતી ત્રણ વ્યક્તિઓ અમારી આગળ-આગળ સીડીઓ ચઢવા લાગી. પચ્ચીસ પગથિયાં ચઢીને અમે મંદિરના પ્રથમ માળે પહોંચ્યા.
આ મૂર્તિપૂજક જૈનોનું મંદિર છે, એ કારણે દરેક માળે મૂર્તિઓનું સ્થાન બનેલું હતું. દરેક ફ્લોરની છત પર ‘ફ્રેસ્કોઝ’ બનેલા હતા. આ ફ્લોરની છત લાકડાની હતી, જેમાં ફૂલ, છોડવાં, વેલીઓની સજાવટ સુંદર રંગોથી કરવામાં આવી હતી. ફૂલોની વચ્ચે એક ગોળ કાચ લગાડેલો હતો. લાકડાની છત સમયના ધુમાડાથી કાળી પડી રહી હતી, પણ અલગ અલગ રંગોને સ્પષ્ટ જાઈ શકાતા હતા.
હવે અમે આગળના માળે ચઢી રહ્યા હતા. આ મંદિરની છત છે. ખુલ્લી છત અને ચારેબાજુ લગભગ ૪ ફૂટ ઊંચો મુંડેર (અગાશીથી થોડો ઊંચો છેવટનો ભાગ). છતની પશ્ચિમમાં મંદિરનું શિખર તથા કળશ. ચોરસ આકારમાં કમળના ફ્લોથી ઉઠતા (શોભતા) ઊંચા શિખર પર ધ્વજદંડ લાગેલો છે. આકાશ સાથે વાતો કરતો કળશ ! શિખરની નીચે ફરી મૂર્તિઓને રાખવાનું સ્થાન, જે અત્યારે સ્વચ્છ ‘સ્ટોર’ છે. આ મૂર્તિસ્થાનની છત ગુંબજ જેવી છે, જેને ચારેય બાજુથી રંગીન, સુંદર સજાવટ કરવામાં આવી છે. ગુંબજના મધ્યમાં એક રંગીન ફલ !
આ બધું જોઈને અહેસાસ થયો કે ઘરવાળાઓએ આ મંદિરની સારી કાળજી રાખી છે. ત્યાં સુધી કે તેઓએ છેલ્લાં ૬૫-૭૦ વર્ષમાં ‘ફ્રેસ્કોઝ’ને બચાવવા ચૂનો પણ નથી કરાવ્યો, પણ ‘ફ્રેસ્કોઝ’ (ભીંત પર ઉપસાવેલા કલાત્મક ચિત્રો)ના રંગ એવા લાગતા હતા કે જાણે તેને બનાવીને કારીગરો હમણાં જ નીચે ન ઊતર્યા હોય !
અમે આ શિખર-કળશની પરિક્રમા કરી રહ્યા હતા. ચારેબાજુ સુંદર ગોખલા બનેલા હતા. આ ગોખલાની સાથે અડધા કમળના ફૂલ દીપક રાખવા માટે બનાવવામાં આવ્યા હતા.
નારોવાલનું જૈન મંદિર
શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઈ.સ. ૧૮૯૭નું ચાતુર્માસ નારોવાલમાં કર્યું હતું. તેમના ઉપદેશથી અહીં મંદિર બનાવવાનું આયોજન થયું. મૂળનાયક ભગવાન
CS