________________
----- પાકિસ્તાનનાં જૈન મંદિરોઘર હતાં. ભાવડાની ગલી અહીં ‘ભાબડખાના” તરીકે ઓળખાતી હતી. મધ્યકાળમાં યતિઓએ બનાવેલ પ્રાચીન ભગવાન પારસનાથ તથા ભગવાન શાંતિનાથજીના મંદિરમાંથી મૂર્તિઓને દૂર કરીને તેનું સ્થાનકમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. લગભગ ૧૫૦-૧૬૦ વર્ષ પહેલાં તેની સાથે બીજી જગ્યા લઈને સ્થાનક ભવન વિશાળ બનાવવામાં આવ્યું. મહિલાઓ માટે અલગ સ્થાનક હતું. અહીં એક જૈન જજનું પણ મકાન હતું. હવે આ બધાં ઘર અન્ય લોકોનાં ઘર છે અથવા શો-રૂમ છે.
દિગંબર જૈન મંદિર સિયાલકોટ છાવણીમાં એક નાનું પરંતુ પ્રભાવશાળી અને સુંદર દિગંબર જૈન મંદિર હતું. હવે ત્યાં કંઈ નથી.
સિયાલકોટના ભાવડા ભાવડા જૈન લોકોની સિયાલકોટમાં સારી સંખ્યામાં વસ્તી હતી. તેઓનો કારોબાર મુખ્યત્વે બાજાર-કલાં' તથા 'ગુડમંડી'માં હતો. સારાં પાકાં મકાનો તથા શાનદાર હવેલીઓમાં તેઓ રહેતા હતા. શહેરના લોકો પણ તેમને સમૃદ્ધ નાતના માનતા હતા. સરાય-ભાવડાન મુહલ્લામાં જ સ્થાનક તેમ જ મંદિર હતાં.
દેશના ભાગલા પડ્યા ત્યારે સૌથી પ્રથમ તોફાની ટોળાએ શેઠ મોતીલાલ ભાવડાની હવેલીને પેટ્રોલ નાખીને સળગાવી, ત્યારે આગે આખા મહોલ્લાને પોતાની ઝપટમાં લઈ લીધા. લોકોએ છાવણી (કેમ્પ)માં શરણ લીધું અને ગમે તેમ કરીને ભારત પહોંચ્યા.
સૌના સમજાવવા છતાં પણ કેટલાક લોકો સિયાલકોટમાં જ રહ્યા. જેમ કે હકીમ ગોપાલદાસ ભાવડા, લાલા રામલાલ અને ઠેકેદાર રામજીદાસનો પુત્ર પ્રભુદ્યાલ.
--------------
(૧) શ્રી આત્મારામજી મહારાજના મોટા ગુરુભાઈ ગણિ મુક્તિવિજયજી (મૂલચંદજી મહા.)નો
જન્મ સિયાલકોટમાં ઓસવાલ બરડ પરિવારમાં થયો હતો. તેઓની સ્મૃતિને સિયાલકોટ મંદિર સાથે જોડવા અહીંના મંદિરનું નામ “શ્રી શાશ્વત જિન મુક્તિમંદિર’ રાખવામાં આવ્યું અને ત્યાં
શ્રી મૂલચંદજી મહારાજની પ્રતિમાની સ્થાપના પણ કરવામાં આવી હતી. (૨) સિયાલકોટ મંદિરની બે-ત્રણ ખંડિત તીર્થકરોની મૂર્તિઓ લાહોરની એક હોટલમાં ડેકોરેશન
પીસ' તરીકે રાખેલ છે.
( ૯૪