________________
- - - - પાકિસ્તાનનાં જૈન મંદિરો --- ------- આ શહેરે પોતાનામાં સમેટી લીધી છે. ભગવાન મહાવીર, રાજા રસાલુ, રાજા સલવાન, પૂર્ણભગત, તેઓની સાવકી માતા લૂના, સગી માતા અચ્છરાં, પીર મુરાદિયા – કેટલી કથાઓ, કેટલાં પાત્ર અને એકલું સિયાલકોટ !
પ્રાચીન મંદિર પંડિત હીરાલાલ દૂગડ અનુસાર સ્યાલકોટમાં ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન શાંતિનાથનું એક મંદિર હતું. વિ.સં.૧૯૧૩ (ઈ.સ. ૧૮૫૬)માં એક મુનિરાજે સૂત્ર અંતઃકૃત દશાંગની પ્રતિલિપિ અહીં લખી હતી. એક અન્ય પ્રશસ્તિ વિ.સં. ૧૬૬૨ (ઈ.સ. ૧૬૦૫)માં અકબરના શાસનકાળ દરમિયાન સિયાલકોટમાં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. કાલાંતરમાં ઉપર્યુક્ત જૈન મંદિરમાંથી પ્રતિમાઓનું ઉત્થાપન કરીને તેને જૈન સ્થાનક બનાવવામાં આવ્યું.
સિયાલકોટનું મંદિર અહીંનાં જૈન મંદિર શોધવા અમે આગળ વધી રહ્યા હતા. મને એવો ખ્યાલ હતો કે, આ મંદિર નમકમંડી'માં છે, પણ વાસ્તવમાં તે કનકમંડી'માં સ્થિત હતું. મેં બજાર પસાર કર્યું તો એક ખૂબ ઊંચું મંદિર ગલીની બીજી બાજુ હતું. હું ડાબી તરફ વળ્યો તો મંદિરની એક દીવાલ મારી સામે હતી. એક નાનકડા દરવાજા ઉપર સ્કૂલનું બોર્ડ લાગેલું હતું અને સ્કૂલવાળાઓએ બોર્ડની નીચે “મહાવીર જૈન શ્વેતાંબર મંદિર લખ્યું હતું. ગરદન પાછળની તરફ વળી ગઈ. અહીંથી ફોટા લેવા મુશ્કેલ હતા.
૧૨-૧૩ વષનો એક છોકરો મને જોઈ રહ્યો હતો. તેને મેં પૂછ્યું કે, “મારે આ મંદિરની તસવીર લેવી છે. શું તું મને કોઈ ઘરની છત પર લઈ જઈ શકીશ ?' આવો” કહીને તે મારી આગળ ચાલવા લાગ્યો. એક ઘરમાં ડબલ રોટી’ બનાવવાનું કામ ચાલુ હતું. મેં તેમને છત પર જવા વિનંતી કરી.
હું છત પર પહોંચ્યો અને મંદિરના ઉપરના ભાગના ફોટા લેવા લાગ્યો. શું હું આ મંદિરની અંદર જઈ શકું ?'
અત્યારે નહીં. હમણાં તો શાળા બંધ છે. ચોકીદાર પણ અહીં હોતો નથી. ચાવી આચાર્ય પાસે હોય છે. આપ ક્યારેક શાળાના સમયે આવશો ત્યારે બતાવીશું.'
જોકે જે જગ્યાએ તમે ઊભા છો તે મંદિરનો એક ભાગ છે, આ નીચેની દુકાનો પણ. આ બહુ મોટું મંદિર છે. કહેવાય છે કે સને ૧૯૪૭માં જ્યારે અહીં ખૂનખરાબા થયા ત્યારે શહેરના બધા હિંદુ તથા શીખ લોકો મંદિરમાં એકઠા થયા હતા.
૯૨