________________
પ્રકરણ : ૨૯
પાકિસ્તાનનાં જૈન મંદિરો
સિયાલકોટ
सिल कोट उसारिया
અર્થાત્ સિયાલકોટ (નગર) વસાવ્યું... જૈન ગ્રંથો - ભગવતી સૂત્ર, વિપાકસૂત્ર, આવશ્યક ચૂર્ણિ અને આવશ્યક નિર્યુક્તિમાં ભગવાન મહાવીરના પંજાબનાં કેટલાંય ક્ષેત્રોમાં વિહારનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે ચંડકૌશિક નાગને જ્ઞાન આપીને કનખલથી ભગવાન મહાવીર પાંચાલ પધાર્યા. અહીં તેઓ સ્વેતાદિકામાં આવ્યા હતા. જૈન ગ્રંથોમાં સિયાલકોટ માટે સ્વેતાદિકા તથા સાકલ આ બે નામ મળે છે.
મહાવીરનાં પાવન ચરણ આ ધરતીને સ્પર્યાં હતાં અને ત્યાર બાદ ૨૦૦૦
વર્ષ પછી ગુરુનાનકે આ ધરતી પર તપ કર્યું હતું અને આ ધરતી પર બાબરના સૈન્યે ગુરુનાનકને કેદ કર્યા હતા. ગુરુનાનકે ભગવાન મહાવીરની અહિંસા અને જીવરક્ષાનો સંદેશ તેમની આ સૂક્તિમાં બતાવ્યો -
जोर लागे कापडा, जामा होये पलीत
-
जो रत खावे मानसा, ताँ कउँ निरमल चीत ॥
મહાવીરથી ગુરુનાનક સુધી ૨૦૦૦ વર્ષોની કહાની. આ બધા મહાપુરુષોનાં કદમોની નિશાનીઓ સમયરૂપી ધૂળ દૂર કરી શકી નથી, પરંતુ સમયની સાથે સાથે આ નિશાન વધારે ગાઢાં થતાં ગયાં.
સિયાલકોટ જતાં સડકની બન્ને બાજુ ઘર તથા ઈમારતોથી ઊંચાં અને ઉદાસ ઊભેલાં હિન્દુ મંદિરોનાં દર્શન કર્યાં. હવે તે મંદિરો નથી, ઘર છે. ઘરના લોકોએ સૌ પ્રથમ આ મંદિરોમાંથી મૂર્તિઓ બહાર કાઢી, પછી દીવાલો પર બનેલાં ચિત્રોને નષ્ટ કર્યાં અને પછી બાબરી મસ્જિદનો બળાપો આ મંદિર પર ઉતાર્યો.
સિયાલકોટ શહેર
અમારી એક બાજુ પ્રાચીન શહેરના માટીના ઢગ, સમયની ચક્કીમાં પિસાયેલ શહેરના ખંડેર અને બીજી બાજુ નવી સમૃદ્ધિ. અનેક ઘટનાઓ તથા કથાઓને
૯૧