________________
પ્રકરણ : ૨૮
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ખાનકા ડોગરા પાસે ફારૂકાબાઠનું જૈન શ્વેતાંબર મંદિર
બે નહેરો વચ્ચે વસેલું શહેર ફારુકાબાદ, ખાનકા ડોગરાની નજીક વસેલું એક સારું શહેર છે. અહીં લગભગ ૨૦૦ વર્ષ પહેલાં (એક યતિજીની પ્રેરણાથી) નિર્મિત એક જૈન શ્વેતાંબર મંદિર છે. મંદિર બહુ મોટું તો નથી, પરંતુ શિખર તથા કળશ સહિત છે. તેને એક ધનવાન ભાવડા પરિવારે બનાવ્યું હતું.
ખાનકા ડોગરાના મંદિરમાં રહેવાવાળા મુસલમાન પરિવારો પાસેથી ફારુકાબાદના મંદિર વિશે જાણકારી માગી તો તેઓએ કહ્યું કે, ત્યાંના જૈન મંદિરની સારી રીતે દેખરેખ થાય છે. અત્યારે ત્યાં મુસલમાન વ્યાપારી પરિવારનું નિવાસસ્થાન છે, પણ તેઓ મંદિરની સારી સાફસફાઈ રાખે છે.
જૈન વિદ્વાન Dr. Peter flugel અને એક મુસ્લિમ આર્ટ-સ્કૉલર મુજફ્ફર અહમદે પોતાના નિબંધ 'Survey of Jain Heritage in Pakistan' માં લખે છે - 'One temple in Farooqabad is occupied by a local merchant who takes good care of it.'
ફારુકાબાદ લાહોરથી ૫૫ કિ.મી. પશ્ચિમમાં શેખ઼ુપુરા જિલ્લામાં છે.
回
૯૦