________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------
હું ઈ.સ. ૧૯૪૧માં અહીં આવ્યો હતો મારા સાથીઓ સાથે. ત્યારે હું અહીં બિરાજમાન મૂર્તિનાં ચરણોમાં દરરોજ બળતો-જાગતો હતો. પછી હું બુઝાઈ ગયો. ચારેબાજુ અંધારું ન મૂર્તિ, ન પૂજારી, ન તેલ કે ન કોઈ જગાડનાર દીવો. એક ખામોશી અને તેની સાથે ડાર્કનેસ'. અમે અહીંધી જનારાઓની રાહ જોતા હતા.
भला मोये ते बिछडे कौन मेले, ऐवें कूडा लोक अलांवदा ई, ऐसा कोई न मिलिया, मैं ढूंढ थवकी, जेहड़ा गयां न् मोऽल्यांवडा ई ।
(વારિસ શાહ) અર્થાત્ મોતની ગોદમાં ચાલ્યા જનાર, સદાયને માટે વિખૂટાં પડનારાનો પુન: મેળાપ કોઈ કરાવી શકતું નથી. સંસારી લોકો વ્યર્થ વિલાપ કરે છે. મેં ખૂબ શોધ કરી, પરંતુ મને કોઈ એવું ન મળ્યું કે જે જનારાને (મૃત્યુ પામનારાને) પાછા લાવી શકે !
ફરી એક દિવસ દરવાજો ખુલ્યો. આમના બુઝુર્ગ અહીં આવીને રહેવા લાગ્યા. ત્યાર બાદ દરરોજ તો નહીં પરંતુ દરેક વીરવાર (જુમેરાત) તેઓ અમારામાં તેલ નાખતા, પ્રકાશ કરતા. જ્યાં સુધી તેલ હોય છે ત્યાં સુધી રોશની રહે છે, પછી અંધારું !
દીવાલોમાં લટકતી કાગળનાં ફૂલોના તોરણમાં એક ઘંટ પણ હતો. પૂછતાં ઘરવાળાઓએ કહ્યું કે, જ્યારે અમે દર જુમેરાત દીવાબત્તી કરીએ છીએ તે પહેલાં આ ઘંટ વગાડીએ છીએ. અમારા માટે આશ્ચર્યની વાત હતી કે એક મુસલમાન પરિવાર મંદિરની સેવા-ચાકરી કરે છે !
“જો અહીં મૂર્તિ હોત તો પણ તમે આ રીતે સેવા-ચાકરી કરત?'
કેમ નહીં? આ અમારી પાસે તેમની થાપણ છે. તેની સંભાળ રાખવી અમારી પ્રથમ ફરજ છે.
‘ત્યાં તેઓએ મસ્જિદ તથા મજાર તોડી નાખ્યાં છે. છતાં તમે આની સંભાળ રાખો છો!” મેં મજાકમાં પૂછ્યું.
‘એ તેમના વ્યવહાર-વર્તન છે. દરેકને પોતે કરેલાં કર્મોનો હિસાબ આપવો પડે છે. તેમણે ખૂબ સરળતાથી કહ્યું.
છત પર બનેલા એક ઓરડાનો દરવાજો તેમણે ખોલ્યો. અંદર ચટાઈઓ પાથરેલી હતી. દીવાલો પર સૂફી બુઝુર્ગોના ફોટાઓ હતા. આ ઓરડો અમે મહેમાનો માટે જ ખોલીએ છીએ.”
८८