________________
-------------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------- હતો. એટલે સત્સંગ સહ સમૂહભોજન.
ખાનકા ડોગરાંમાં અગાઉ અમે દૂરથી અહીંના જૈન મંદિરના શિખર તથા કળશને જોયા હતા, પણ નજીક પહોંચી શક્યા નહોતા. તે દિવસે મહોરમની દશમી હતી. અનેક સ્ત્રી-પુરુષો કાળા કપડાં પહેરી માતમ કરી રહ્યાં હતાં. દરેક જગ્યાએ પોલીસનો પહેરો હતો. મંદિરનું દૂધ જેવું સફેદ શિખર તો દેખાયું, તે ગલીમાં પણ પહોંચ્યા, પરંતુ આખી ગલી કાળા કપડાં પહેરેલાં સ્ત્રી-પુરુષોથી ભરેલી હતી. જૈન શ્વેતાંબર મંદિર, સફેદ વસ્ત્રધારીઓનું મંદિર, પણ કાળા કપડાં પહેરેલા ટોળાઓથી ઘેરાયેલું હતું.
'कोयल री तू कित गुण काली'
મંદિરની નજીક પહોંચીને પણ અમે આ મંદિર ત્યારે ન જોઈ શક્યા, પરંતુ ભવિષ્યમાં જોઈ શકાશે તેવી આશા સાથે પાછા વળ્યા. ભગવાન મહાવીરનો માર્ગ આ નાનકડી વાતથી બંધ નથી થઈ જતો. હજુ આ માર્ગનું આશાનું કિરણ બાકી છે. અત્યારે નહીં તો ફરી ક્યારેક. આ બધી તો સપ્તાહ પહેલાની વાત છે. આ વખતે અમે મજબૂત ઇરાદા સાથે આવ્યા છીએ કે ખાનકા ડોગરાનું આ મંદિર અવશ્ય જોવું છે.
ખાનકા ડોગરાનું શ્વેતાંબર જૈન મંદિર આજે ફરી એક વાર જૈન શ્વેતાંબર મંદિર જોવા નીકળ્યા. મારી સાથે હારુન અને મરિયમ હતાં. મરિયમ પાછળની સીટ પર બેસીને કોણ જાણે શું વિચારતી હતી, પણ હું મરિયમ વિશે વિચારતો હતો કે આ મરિયમ એ નથી કે જેણે એક પયગંબરને જન્મ આપેલો, જે સમગ્ર સૃષ્ટિ માટે ઈસા મસિહા થયા, પણ એ મરિયમ કે જે સમાજની અદાલતમાં અપરાધી કહેવાઈ હતી.
તે મરિયમ બાદ ૨૦૦૦ વર્ષ પછી થયેલી આ મરિયમ સ્ત્રી અમારી સાથે જૈન શ્વેતાંબર મંદિર જોવા આવી છે.
ખાનકાહ ડોગરાં લાહોરથી ૭૦ કિ.મી. દૂર શેખૂપુરાનો એક વિસ્તાર છે. આ ખાનકાહ ડોગરાં શું છે ?હારુને પ્રશ્ન પૂછ્યો.
હકીકતમાં અહીં હાજી દીવાનસાહેબની મજાર હતી. આસપાસના
૮૬