________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- વિસ્તારવાળા તેઓની ભક્તિ જોઈને આવવા લાગ્યા અને તેમના અનુયાયી બની ગયા. આ રીતે તે ખાનકાહ-ડોગરાના નામથી પ્રસિદ્ધ થયા. મુગલોએ તેમના નામે ૧૦૩૦ રૂપિયાની જાગીર બંધાવી હતી. આ મજાર (ખાનકા) હજુ પણ છે !
કસ્બામાં પહોંચીને હારુને એક ખુલ્લા બજારમાં, લાંબી ગલીના છેડે ગાડી ઊભી રાખી. એક વ્યક્તિને મંદિર વિશે પૂછ્યું.
હવે મંદિરના શિખર તથા કળશ અમારી સામે હતા. ખૂબ મજબૂત અને સુંદર મંદિર. અમે જેમ જેમ આગળ વધતા હતા તેમ મંદિર અમારાથી ઊંચું થતું જતું હતું અને ગરદનને પૂરી ઘુમાવીને જ તેને જોઈ શકતા હતા. મંદિરના બિલ્ડીંગમાં જ એક સોનીની દુકાન હતી. તેનો દરવાજો ઉઘાડી અમે તેને પૂછયું, “અમે આ મંદિર જોવા લાહોરથી આવ્યા છીએ. શું તમે બતાવશો ?'
‘આવો, આપણે મંદિર જોઈએ. આ બધી દુકાનો આ મંદિરની છે. નીચે અમારા ઘર છે. મંદિરની ઈમારત ખૂબ મોટી, હવા-ઉજાશવાળી અને મજબૂત છે.”
આ મહોલ્લાનું નામ શું છે ?'
પહેલાં તો તેને જૈન મહોલ્લો કહેતા હતા. આજે તેને ઈમામ બારગાહવાળો મહોલ્લો કહે છે.”
તેણે દરવાજો ખોલ્યો. અમે અંદર આવ્યા. પેદાર સીડી, નાના નાના પગથિયાં પરથી અમે છત પર આવ્યા. સીડીથી બહાર ખુલ્લી પરસાળ જેવું મેદાન અને તેની મધ્યમાં જૈન શ્વેતાંબર મંદિર – દૂધ જેવું સફેદ હતું. જમીનથી ચાર ફૂટ ઊંચો દરવાજો અને તેની અંદર એક ઓરડો. આ છે મંદિરનું મૂર્તિસ્થાન. આ સ્થાનની ઉપર આસમાનને સ્પર્શતું શિખર-કળશ. મૂર્તિસ્થાનથી આગળ એક વરંડો. વરંડામાં શ્રદ્ધાળુઓ-પૂજારીઓ માટે ચટાઈ પાથરવામાં આવી હતી. મૂર્તિસ્થાનના નાના દ્વાર આગળ કાગળનો રંગબેરંગી ફૂલો શોભતાં હતાં. અંદર મૂર્તિની જગ્યાએ માટીનાં પાંચ દીપક હતા.
હું આ દીવાઓ પૈકી એકને ખૂબ ધ્યાનપૂર્વક, શ્રદ્ધાથી જેવા લાગ્યો. આંખના પલકારા વગર દેખતો જ રહ્યો. ત્યાં સુધી કે એક દીપક મારી સાથે વાત કરવા લાગ્યો! -
(૮ ૭)