________________
------પાકિસ્તાનનાં જૈન મંદિરો--------------
હું અંતરમાં વિચારતો રહ્યો, બિલકુલ ખોવાઈ ગયો! મને મંદિરની સીડીઓનું અંધારું યાદ આવ્યું. રાજનીતિનું અંધારું. ભીતરનો અંધકાર !
‘તે સમયે કોઈ “ઇન્સાન’ નહોતું. બધા વિભક્ત થઈ ગયા હતા – હિન્દુ, મુસલમાન, શીખ બનીને અલગ થઈ ગયા હતા. માનવતા ખોવાઈ ગઈ હતી ! બાબાજી દીર્ઘ શ્વાસ લઈ ચૂપ થઈ ગયા.
કસૂરનું જૈન સ્થાનક અને પાઠશાળા સૂરમાં અત્યંત સુંદર તથા પ્રભાવશાળી જૈન સ્થાનક હતું. સમાજના અનેક કાર્યક્રમો અહીં થતા હતા તથા સાધુમહારાજ પણ પ્રાય: ચાતુર્માસ કરતા હતા. સમાજ દ્વારા એક કન્યા પાઠશાળા પણ ચલાવવામાં આવતી હતી. ૧૦૦-૧૨૫ વર્ષ પહેલાં કવિ હરજસરાય જૈનનો જન્મ પણ કસૂરમાં થયો હતો.
જૈન પરિવારની નવ માળની હવેલી જૈન મંદિરવાળી ગલીમાં જ એક ધનવાને જૈન પરિવારની નવ માળની, તે જમાનાની અત્યંત સુંદર હવેલી હજુ સુધી છે. આ હવેલીના માલિક દેશવિભાજન બાદ દિલ્હીમાં રહેવા જતા રહ્યા છે.
કસૂરની દેન વિખ્યાત સ્થાનકવાસી સંત ઉપાધ્યાય મનોહરમુનિજી મહારાજ તથા શ્રી ગુરુ વલ્લભ સમુદાયમાં મહત્તરા મૃગાવતીની શિષ્યા સાધ્વી સુવ્રતાશ્રીજી કસૂર શહેરની દેન છે.
દેશ વિભાજનના સમયે કસૂરના શ્વેતાંબર જૈન પરિવાર, જે ભારતમાં આવીને વસ્યા તેમાંના કેટલાક નામ -
- લાલા મિલખીરામ ધનીરામ પરિવાર, બિહારીલાલ દુર્ગાદાસ પરિવાર, કવિ તથા ગાયક બિહારશાહ મનોહરલાલ પરિવાર, સોહનલાલ ચૈનલાલ પરિવાર, મુહબ્બતરાય રૂપકિશોર પરિવાર, પન્નાલાલ P. L. J. પરિવાર, લાલચંદ પ્રેમચંદ પરિવાર તથા વિમલપ્રકાશ જૈન પરિવાર વગેરે.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૮૪