________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----- --- સુધી જોતા રહ્યા. ત્યાંથી નજર હટાવવાની ઈચ્છા થતી નહોતી. તે દિવસો દરમિયાન કેવું લાગતું હશે કે જ્યારે અહીંના જૈનો સવાર-સાંજ પૂજા-પાઠ કરતા હશે ! ગીતભજન-સ્તવન ગાતા હશે તથા આરતી કરતા હશે! અહીં આજે તે મૂર્તિઓ નથી, પરંતુ આ મૂળ વેદી, દીવાલો તથા છતોએ તો આ બધું જોયું જ હશે !
એક માળની સીડી ચઢી ચુક્યા હતા. હજુ થોડી સીડીઓ ચઢીને છત પર જવાનું હતું. ઉપર ખુલ્લા આસમાનને સ્પર્શ કરતા મંદિરના શિખર તથા કળશ દેખાતાં હતાં. ગરદનને પૂરી ઘુમાવીને તેને જોઈ શકાય છે. સફેદ દૂધ જેવું શિખર જે મંદિરની છતથી લગભગ ૧૦-૧૨ ફૂટ સુધી તો પાકી ઇંટોનું બનેલું છે, તેની ઉપર આ શિખર છે. ચાર ખૂણામાં માર્બલના નાના-નાના ચાર શિખર અને તેની વચમાં મુખ્ય શિખર છે. તળિયેથી વૃત્તાકાર છે. વચમાં ત્રણ શિખરોની બનાવટ અને તેની બિલકુલ ઉપર કળશ છે. કળશ, ધ્વજદંડ હજુ સુધી તેના સ્થાન પર લાગેલા છે. શિખરના મસ્તકે, ચારે દિશામાં બનેલી નાની-નાની ચાર મૂર્તિઓ ઊંચાઈથી ધરતીને, આ શહેરને, નગરજનોને અને સમગ્ર સૃષ્ટિને જોઈ રહી હતી!
ઉપર છતથી એક બીજું નાનું ખૂબ જૂનું મંદિર દેખાય છે. ગોળ ગુંબજવાળા આ મંદિરને ‘યતિજીવાળું મંદિર’ કહે છે. આ પણ કોટરુકનદીન વિસ્તારમાં સ્થિત છે. કદાચ તે પ્રારંભિક મુગલકાળ સમયનું હોઈ શકે.
કસૂરમાં જૈન સાધુ શ્રી ખિલ્લુ ઋષિએ સંવત ૧૬૪૫ (ઈ.સ.૧૫૮૮)માં ચાતુર્માસ કર્યું હતું, ત્યારે અહીં સમ્રાટ અકબરનું શાસન હતું. ખિલૂ ઋષિજીએ આસો સુદ ૧૩, વિ.સં. ૧૬૪૫માં અને ઉપાસક દશાંગ સૂત્ર’ની પ્રતિલિપિ લખી હતી. પૂજ (યતિજી)નું આ મંદિર લગભગ આ યતિજીના સમયમાં નિર્મિત થયું હશે.
એ બહાર આવી ગયા હતા. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આટલું સુંદર અને ઊંચું મંદિર કસૂર શહેરમાં અત્યાર સુધી વિદ્યમાન છે ! મેં એક વાર ફરી મંદિરના કળશને જોયો અને આ મંદિરના પ્રેરક તથા પ્રતિષ્ઠા કરાવનાર મહાન ગુરુ શ્રી વિજયવલ્લભજીને યાદ કર્યા. તેઓશ્રીએ આચાર્ય વિજયાનંદ (આત્મારામજી) પાસેથી તપાગચ્છની મુનિદીક્ષા ધારણ કરી હતી. જૈન-અજૈન ગ્રંથોનું અધ્યયન કર્યું. તેઓ મહાન સમાજસુધારક તથા શિક્ષણ પ્રચારક હતા. અનેક સ્કૂલ,
આ ઈિ શકે.
૮૨