________________
-- -----પાકિસ્તાનનાં જૈન મંદિરો ---- કૉલેજો, ધાર્મિક પાઠશાળાઓ તથા ગુરુકુળોની સ્થાપના કરી. તેઓએ બધા ધર્મોની એકતા માટે રાત-દિવસ પુરુષાર્થ કર્યો.
જૈન મંદિરની બહાર એક દુકાન પાસે લગભગ ૮૦ વર્ષના બુઝુર્ગ અમને આવતા-જતા જોઈ રહ્યા હતા. મેં તેમને નમસ્કાર કર્યા. તેમણે પૂછયું -
આપ કોણ છો ?'
ક્યાંથી આવ્યા છો ?' ‘લાહોરથી આ મંદિર જોવા આવ્યા છીએ.” હવે આને શું જોવાનું! પહેલાં મંદિર ઘર હતું, હવે તો તે ઘર છે. આપ અહીંના નિવાસી છો ?' “હા, અહીં જન્મ્યો અને મોટો થયો છું.” 'તો પછી આપે આ મંદિરની રોનક જોઈ હશે.' રોનક પણ અને બરબાદી પણ.” રોનક કેવી હતી ?'
અમે નાના હતા ત્યારે ક્યારેક ઘણા સાધુ મહાત્માઓ પધારતા, ક્યારેક અન્ય શહેરોના લોકો પણ સારી સંખ્યામાં આવતા.'
‘તમે કદી આ મંદિરની અંદર ગયેલા છો ?'
કેટલીય વખત! નાના હોવાથી પ્રસાદ મળતો. ઘરના લોકોથી છુપાઈને જતા. મંદિરના પૂજારી નાના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. પછી ખબર નથી શું થયું!'
ક્યારે ?'
“ઈ.સ. ૧૯૪૭ એક જ રાતમાં મંદિર ખાલી થઈ ગયું. ખબર નથી કે તે લોકો ક્યાં ખોવાઈ ગયા! મંદિર કેટલાય દિવસો બંધ રહ્યું. પછી તે લોકો ભારતમાંથી આવી ગયા. તેઓને આ મંદિર એલોટ કરવામાં આવ્યું. તેઓએ જ્યારે મંદિર દ્વાર ખોલ્યું તો................' બાબાજી ચૂપ થઈ ગયા.
“પછી થયું?'
જે બધે સ્થળે થયું તેવી તોડફોડ, લૂંટમાર, જે મળ્યું તે ઉઠાવી લો! જે જગ્યાએ મૂર્તિઓ બિરાજમાન હતી તે ગાયબ! ખબર નથી કે તે મૂર્તિઓ ક્યાં છે ?'
૮૩