________________
----પાકિસ્તાનનાં જૈન મંદિરો---------------- તેમને બનાવ્યાં, તે મુનિઓ - સાધુઓની વાતો કે જેઓ આ સીડીઓ પર ચઢતાં ચઢતાં પોતાના આત્માને પણ ઉચ્ચ ભાવોમાં લઈ ગયાં કે જ્યાં આત્મા-પરમાત્માના ભેદ સમાપ્ત થઈ જાય છે અને બન્ને એકબીજામાં સમાઈ જાય છે.
अन्दर तूं है बाहर तूं है, रोम रोम विच तूं । હે “દુસૈન વીર સાર્ડ , મેં નાદ સવ સુઇ તૂ
- (શાદ હુસૈન) અંતિમ સીડી પછી ખુલ્લી જગ્યા હતી, જ્યાં થોડી રોશની હતી. આ થોડા પ્રકાશમાં મંદિરની સંગેમરમરની ચોખટ સ્પષ્ટ દેખાતી હતી. ખૂબ સુંદર અને મોટી ચોખટના માથે હિન્દીમાં કંઈક લખ્યું હતું, તેમાંથી ઘણું બધું ભુંસાઈ પણ ગયું હતું. ખૂબ પ્રયત્ન કરતાં તે દેરીના માથે લખેલું જે વાંચ્યું તે આ પ્રમાણે છે -
"लाला नंदलाल जी दूगड की यादगार में વિહારીસ્ટાઢ, સુવાસ ...”
સને ૧૯૪૩માં બનેલા આ મંદિરના પ્રેરક તથા મંદિરની પ્રતિષ્ઠા કરાવનાર હતા – આચાર્ય વિજયવલ્લભસૂરિજી. તેઓએ સ્યાલકોટ, ખાનકા ડોગરાં, રાયકોટ, સાઢૌરા, સામાના, રોયડ, ફાજિલ્કા, બિનૌલી, લાહોર અને કસૂરમાં જૈન મંદિરોની સ્થાપના કરાવી હતી. અહીં રહેવાવાળા પરિવારના લોકોએ કહ્યું, “આ તે સ્થાન છે, જ્યાં તે ગુરુજીની મૂર્તિ બિરાજમાન હતી.”
મંદરિની દીવાલમાં એક ઝરોખો છે જે બે ફૂટ ઊંચો અને ચાર ફૂટ પહોળો છે, જ્યાં અગાઉ તીર્થકર શ્રી ઋષભદેવની મૂર્તિ બિરાજમાન હતી. આજે ત્યાં તે લોકોએ ઘરનાં વાસણો મૂક્યા છે. સંગેમરમરના ઊંચા ચબૂતરા પર કુલ ત્રણ મૂર્તિઓનું સ્થાન હતું. વેદીમાં ખૂબ મનમોહક સફેદ ઝાલર, આર્ટિસ્ટિક, કલાકત્મક મૂર્તિઓનાં દર્શન હેતુ આર્ચ ત્યાંના પાતળા થાંભલા પર ટકેલા હતા. વેદીની છતના માથા પર પણ વેલીઓ તથા ફૂલોની ડિઝાઈન હતી. ત્રણેય મૂર્તિઓના સ્થાનની ઉપર, વેદી પર ત્રણ ગુંબજ હતા. વચ્ચેનો ગુંબજ બાકીના બે કરતાં વૃત્તાકાર તથા ઊંચાઈમાં કંઈક મોટો હતો. મૂર્તિઓનો આ ખંડ, જેને મૂળ ગર્ભગૃહ (ગભારો) કહે છે તેને ઘણા સમય
(૮૧)