________________
----
-પાકિસ્તાનનાં જૈન મંદિરો ----- - - પપનાખામાં કેટલાક ખાનદાન ભાવડ લોકો રહેતા હતા. લોકવાયકા એવી છે કે, આ ખાનદાનમાં એક સંસ્કારી, ધર્મિષ્ઠ અને લોકપ્રિય બાળક ગજ્જાજી હતા. અત્યંત દર્દસભર પરિસ્થિતિમાં તેમનો દેહાંત થયો. માતાને તેમણે સ્વપ્નમાં કહ્યું કે, “મને માનતા રહેજો.” તેમનું સમાધિસ્થળ અહીં હતું.
મેં આ સમાધિસ્થાનને શોધવા પ્રયત્ન કર્યો, પણ મળ્યું નહીં. કદાચ સમયના વહેણમાં ક્યાંક ખોવાઈ ગયું હશે! સફેદમાંથી સુવર્ણ રંગ પણ ધારણ કરી લીધો હોય !
પણ ના, આ બાબા ગજજાજીનું સ્થાન તો આ મંદિર અને ઉપાશ્રયની હદમાં છે, મંદિરની ડાબી બાજુ. આ ઓસવાલ બરડ ગોત્રવાળાના મહાચમત્કારી બાબા ગજ્જાજીનું સ્થાનક છે.
જૈન સ્થાનક પપનાખાનું જૈન સ્થાનક નાનું પરંતુ ખૂબ સુંદર હતું. તેમાં એક હૉલ તથા ઓરડાઓ હતા. મુનિ મહારાજનું આવાગમન થતું રહેતું. હવે તે કોઈનું નિવાસસ્થાન છે.
બાબા ધમ્માજી પપનાખાના જૈનોમાં દૂગડ પરિવારોમાં ગત સદીમાં થયેલા તેમના પૂજ્ય બુઝુર્ગ બાબા ધમજીની માન્યતા શ્રદ્ધાસહિત ચાલતી આવી છે.
૭૯