________________
પ્રકરણ : ૨૬
પાકિસ્તાનનાં જૈન મંદિરો
કસૂર
કસૂર શહેરની ગલીઓમાં મેં બાળપણના કેટલાંક વર્ષો વીતાવ્યાં હતાં. આજે નાના-નાના કોમળ પગની નિશાનીઓ (પગલાં) હું આ ગલીઓમાં શોધી રહ્યો છું. તે નિશાન તો ન મળ્યાં, પરંતુ ગલીમાં લાગેલી સદીઓ જૂની ‘નાનકશાહી’ ઇંટો પોતાનો ઇતિહાસ બતાવી રહી હતી. કોણ જાણે કેટલાય આક્રમણકારીઓના ઘોડાઓના પગ આ ઇંટો પરથી પસાર થયા હશે ! કસૂરના ‘કોટ રુકનદીન’ના સદીઓ જૂના દરવાજાને ઓળંગી એક લાંબી સૂતેલી ગલી !
હિંદુ માન્યતા અનુસાર લાહોર અને કસૂર શહેરો શ્રી રામચંદ્રજીના બે પુત્રો લવ અને કુશે વસાવ્યા હતા. ‘માન્યતા’થી ‘ઇતિહાસ’ સુધી અને ‘કુશ’થી ‘કસૂર’ સુધીની કથા તેની વચ્ચે કેટલાય યુગો વીતી ગયા હશે ! કસૂરે અનેક ઉતારચઢાવ, અનેક સૂફી, સંત, મહાત્માઓ તથા ગુરુઓને જોયા હશે.
કિલ્લાને કોટ કહેવામાં આવે છે. કેટલાય કોટ (કિલ્લા) મળીને આ શહેર બન્યું છે. અહીં એક ‘બાગડકોટ’ છે. હિન્દુઓનું એક ગોત્ર બાગડ છે અને મહોલ્લાનું નામ બાગડિયોનો મહોલ્લો. એક ‘રુકન દીન કોટ’ છે, જે નામથી તો મુસ્લિમ લાગે છે, પણ તેવું નથી. અહીં હિન્દુ, મુસ્લિમ, જૈન અને શીખોનાં ઘર હતાં. બધા વચ્ચે પ્રેમ-સોહાર્દ હતાં.
-
કસૂરનું જૈન મંદિર
જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું આ શ્વેતાંબર જૈન મંદિર કોટ રુકનદીનના મુખ્ય બજારમાં, ગેટના અંદર પ્રથમ ચોકમાં સ્થિત છે. આ ચોક અત્યાર સુધી ‘જૈન ચોક’જ કહેવાય છે. એક ખૂબ મોટી, ખૂબ સુંદર ઇમારત લગભગ ૧૦૦ ફૂટ લાંબી અને ૫૦ ફૂટ પહોળી મંદિરની ઈમારત છે. મંદિર બે માળનું છે. નાનકડા પગથિયાંવાળી સીડીઓમાં તે સમયે થોડું અંધારું હતું. ચઢતાં લાગે છે કે સીડીનાં દરેક પગથિયાં પરસ્પર વાતો કરી રહ્યાં છે - તે કારીગરોની વાતો કે જેમણે
-
८०