________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
શિખરમાં સમાઈ જતાં હતાં. સૌથી ઉપર ચતુર્મુખ મૂર્તિઓ હતી. ધ્વજાનો દંડ પણ લાગેલો હતો. શિખરની છત પર પણ સંગેમરમરથી કળાકારીગીરી કરાઈ હતી.
પંજાબમાં ધર્મક્રાંતિના પ્રથમ પ્રવર્તક મુનિ શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી)એ પશ્ચિમ પંજાબમાં ૬-૭ મંદિરો બંધાવ્યાં તથા તેમની પ્રતિષ્ઠા પણ કરાવડાવી. રામનગરમાં અત્યંત ચમત્કારી ચિંતામણિ પાર્શ્વનાથનું ખૂબ વિશાળ અને ભવ્ય મંદિર નિર્માણ કરાવ્યું. અહીંના જૈન ભાવડા લોકો ખૂબ સમૃદ્ધ હતા.
રામનગરની દેન : મુનિશ્રી બુદ્ધિવિજયજીના ગુરુભાઈ શ્રી વૃદ્ધિવિજયજી (અગાઉનું નામ કૃપારામ; ઓસવાલ ગાદિયા ગોત્ર) રામનગરના હતા. તેઓના શિષ્ય વિજયનેમિસૂરિજી થઈ ગયા. એ રીતે શ્રી વિજયવલ્લભસૂરિના શિષ્ય શ્રી વિજય ઉમંગસૂરિજીનો જન્મ પણ રામનગરના ઓસવાલ ગાદિયા કુળમાં થયો હતો.
અમે લોકો બહાર આવી રહ્યા હતા. લાગતું હતું કે અમારું કદ નાનું અને મંદિરનું કદ ઊંચું થઈ રહ્યું છે. સુહાગપુરા હવે વિધવાનગર લાગતું હતું. જૈન સ્થાનક ઃ રામનગરનું જૈન સ્થાનક હવે કોઈકનું નિવાસસ્થાન છે. ઈમારતનું બધું બદલાઈ ચૂક્યું છે.
ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર, રામનગરની પ્રશસ્તિ ઃ अब मोहे पार उतार, चिंतामणि, अब मोहे पार उतार, रामनगर मंडन दुख खंडन, अवर ना कोई आधार ॥ आस-पास प्रभु अजित जिनेसर, मुनि सुव्रत चित्त धार, चन्द्रप्रभु श्री वीर जिनेसर, शासन के सिरधार | संवथ भुवन भुवन निधि दधिसुत, अश्विन मास अतिसार, कर्मवाटी प्रति पदि गुण गाया, आतमराम उद्धार ।।
(૧) ગુજરાતની એક ધાર્મિક વૃદ્ધ શ્રાવિકા, પોતાના પરિવારના બુઝુર્ગો (વૃદ્ધો) દ્વારા સુરિક્ષત રખાયેલી, ખૂબ સુંદર, પ્રભાવક, શુદ્ધ પન્ના (રત્ન)ની શ્રી સ્તમ્ભન પાર્શ્વનાથની એક મૂર્તિ મુનિ શ્રી બુદ્ધિવિજયજી સમક્ષ લઈને આવી. મુનિશ્રીએ આ મૂર્તિને રામનગરના ગાદિયા ગોત્રીય પરિવારના શ્રી ગંડૂશાહને સુરક્ષા તેમ જ સંઘ દર્શનાર્થે સોંપી. કાલાંતરમાં આ પરિવાર ખાનકા ડોગરા તથા પાકિસ્તાન બનતાં લુધિયાણામાં આવ્યો. પન્નાની આ પ્રતિમા તેઓની પાસે સુરિક્ષત છે.
(૨) રામનગરના ભાવડા પરિવારના એક શ્રાવક, બુઝુર્ગ (વૃદ્ધ)મહારાજા રણજિતસિંહના શાસનમાં નાણા વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા.
(૩) રેલમાર્ગ, સડકો, નવા બજારો તથા લશ્કરી છાવણીઓ વગેરેને કારણે રામનગરના અનેક જૈન પરિવારો પણ તે નવા સ્થળે જઈને વસ્યા.
回
૭૫