________________
------- પાકિસ્તાનનાં જૈન મંદિરો વિકસિત થયું છે.
દૂરથી રામનગરના જૈન મંદિરના શિખર તથા કળશ દેખાયાં. ધીરે ધીરે અમે આ મંદિરના ચોક સુધી પહોંચ્યા. આધેડ અને મોટી ઉંમરવાળી કેટલીક વ્યક્તિઓ અમને ધ્યાનથી જોઈ રહી હતી.
‘ભાઈસા'બ, આ હિન્દુઓનું નહીં, આ તો ભાવડાઓનું મંદિર છે. તેઓ જૈન કહેવાતા. તમે ક્યાંથી આવો છો ?'
“અમે લાહોરથી આ મંદિરને જોવા આવ્યા છીએ.'
“આ મંદિરને હવે શું જોવાનું એ તો ઈ.સ. ૧૯૪૭ પહેલાં જોવાલાયક હતું. ત્યારે તેની અનોખી શાન હતી. તે ખૂબ મોટું હતું અને તેમાં લગભગ ૩૦ ઓરડાઓ હતા. અત્યારે તો આને માટીનો ઢગલો જ સમજો. જ્યારે તે પડશે ત્યારે લોકો તેની ઈંટો પોતાના ઘરોમાં લગાવી દેશે. પછી ભુલાઈ જશે કે અહીં કોઈ મંદિર હતું.' - જ્યારે તે લોકો ચાલ્યા ગયા ત્યારે અમે તેના ખૂણેખૂણા લગાવપૂર્વક જોયા. તેની દીવાલો ફૂલો, છોડવાઓથી ભરેલી રહેતી. દરવાજા પાસે પેઈન્ટિંગ કામ ખૂબ મનોહર લાગતું હતું. છત પર ગોળ તથા ચોરસ આકારના નાના-નાના અનેક કાચ લગાડેલા હતા. તે કાચ ક્યારેય ગણી શકાયા નથી પણ તે ભૂલાતા પણ નથી !
આને લોકો જૈન મંદિરવાળો ચોક કહેતા. તેની સાથેની પાંચ ગલીઓ ભાવડાઓના મહોલ્લા તરીકે ઓળખાતી અને આ પૂરો વિસ્તાર સુહાગપુરા તરીકે ઓળખાતો.
મંદિરનો દરવાજો સડકથી ત્રણ ફૂટ ઊંચાઈ પર હતો. લાગતું હતું કે, આ મંદિરનો મુખ્ય દરવાજો નથી, તે તો બીજી બાજુ ગલીમાં છે.
અંદર પહોંચતાં જ એક વરંડો આવે છે. આગળ ડાબા હાથે પગથિયાં છે. વરંડા અને મંદિરની પરિક્રમાથી આગળ મંડપ છે. તેનાથી આગળ ખૂબ મોટો નવ
ઓરડાવાળો સાધુ-સાધ્વીજીઓ માટે ઉપાશ્રય હતો. અત્યારે આ બધું નષ્ટ થઈ ચૂક્યું છે.
ગલીવાળા દરવાજાથી વરંડામાં આવતા એવું લાગતું હતું કે હજુ થોડા વખત પહેલાં બોમ્બવર્ષા થઈ છે. અમારા પગ જમીન કે ફર્શ પર નહીં પરંતુ ઇંટો, માટીના ઢગલા પર હતા. સંગેમરમરની શિલા પણ એ ઢગલામાં હતી, જેના પર હિન્દી અથવા સંસ્કૃતમાં કંઈક લખ્યું હતું.
૭ ૩