________________
પ્રકરણ : ૨૪
પાકિસ્તાનનાં જૈન મંદિરો
રામનગર - જે હવે બન્યું છે રસૂલનગર
લાહોરથી રામનગર જવા માટે પ્રથમ ગુજરાવાલા જવું પડે છે. આ સફરમાં મારી સાથે અહસાન અલી હતો. અમે બન્ને એક કૉચની આગળની સીટ પર બેસી ગયા. સીટ પર કેટલીક સ્ત્રીઓ અંદરોઅંદર વાતો કરી રહી હતી. તે વાતોમાં મને સચ્ચાઈની સુગંધ આવતી હતી. તેઓ કહી રહી હતી –
‘ધરતીનાં સંતાન તે હોય છે જે ધરતીને માતા માને, તેનું દૂધ પીવે અને તેના વક્ષ (છાતી) પર સૂઈ જાય. જે માતાઓને માતૃત્વ પ્રાપ્ત નથી થયું તેમને એ ખબર નથી હોતી કે માતાના સ્તનમાં દૂધ કેવી રીતે ઊતરે છે અને સંતાનને દૂધ પીવડાવવાનો સંતોષ અને આનંદ શું હોય છે !' ગાડી ચાલતી હતી અને હું મારા ખ્યાલોમાં માતા અને ધરતીનો સમન્વય કરતો હતો.
૬૫ કિ.મી.ની સફર ખેડી અમે ગુજરાવાલા ઊતર્યા. આ ઐતિહાસિક શહેર આજકાલ લોખંડના કારોબારનું બજાર છે. અહીંથી અમે અલીપુરની બસમાં બેઠા, જે અહીંથી ૩૯ કિ.મી. દૂર છે. હું આ અગાઉ બે વાર રસૂલનગર આવી ચૂક્યો હતો. પહેલી વખતે પી.ટી.વી.ની ટીમ સાથે એક ડોક્યુમેન્ટરી બનાવવા અને બીજી વાર રસૂલનગરના જૈન મંદિરની ફોટોગ્રાફી કરવા આવ્યો હતો.
અલીપુરને મુસલમાન લોકો અલીપુર અને હિન્દુ શીખ તેને અકાલગઢ કહે છે. આમ તો રામનગર હવે રસૂલનગર બની ગયું છે.
અકાલગઢના ગવર્નર મૂળરાજે અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો. લડાઈમાં મૂળરાજ પકડાઈ ગયો. ત્યારે મુલતાનનો કિલ્લો અને ભક્ત પ્રહ્લાદનું મંદિર પણ બરબાદ થઈ ગયું.
અકાલગઢથી રામનગર લગભગ ૧૫ કિ.મી. દૂર છે. રિક્ષાએ રામનગર પહોંડાચી દીધા. એક ખુલ્લું બજાર કે જેની બન્ને બાજુ દુકાનો તો છે, પણ વેરાન લાગતી હતી. આમેય આ શહેર કેટલીય વાર વેરાન બન્યું અને કેટલીય વાર
૭૨