________________
--
---પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૨૫
પપનામાં (પથનારવે મેં તુમ રવ, સુવિથ નિન ત્રાતા) વેરાન માટીનો રંગ સુવર્ણ બની જાય છે. આ રંગ એક જ દિવસમાં નથી બદલાતો, રંગ બદલાતાં સદીઓ વીતી જાય છે અને ક્યારેક તે વેરાન ઢગલામાંથી કથા, કિસ્સા, વાર્તાઓ પણ મળી જાય છે. આવી કેટલીય કહાનીઓમાં લોકો શ્વાસ લે છે.
પપનાખા અથવા પીપાનગરી ક્યારેક ઉદયનગરી કહેવાતી હતી. સિયાલકોટના રાજા સલવાનની પત્ની અચ્છરાં કે જે પૂર્ણભગતની માતા હતી, તે આ ઉદયનગરીના રાજાની પુત્રી હતી, જે પુત્રને જન્મ આપીને પણ સંતાનવિહોણી કહેવાઈ ! તેની કૂખ જ કહાની (કથા) બની ગઈ.
લાહોરથી ગુજરાવાલા પસાર કરતાં ૨૦ કિ.મી. સફર પછી અમે પપનાખા પહોંચ્યા. પપનાખા એક નાનકડો ઐતિહાસિક વિસ્તાર છે. નાનકડી એક નહેરને પાર કરીને કબાની મધ્યમાં એક ચોક હતો ત્યાં અમે ગાડી રાખી દીધી.
ચોકમાં બે-ત્રણ નાની-નાની દુકાનો હતી. અમને ગાડીમાંથી ઊતરતા જોઈ કેટલાક લોકો ઉત્સુકતાપૂર્વક અમને જોવા લાગ્યા. કદાચ અમે તેમના માટે અજાણ્યા હતા. ગલીમાં આગળ વધ્યા. ચોકથી જ જમીનની ઊંચાઈ શરૂ થવા લાગી. આ ઊંચાઈ કોઈ નદીની માટીને કારણે નહોતી, પરંતુ ઘણાં વર્ષોની આબાદીના કાટમાળના કારણે હતી. ખબર નથી કેટલીય કુદરતી આફતો, કેટલાય ભૂકંપોને કારણે બરબાદી થતી રહી છે. આ વીતી ગયેલી સદીઓ પર આસીન પપનાખાનું જૈન મંદિર, જે અમારી બિલકુલ સામે હતું.
જૈન મંદિર : દૂધથી ધોયેલું, સફેદ ચાંદી જેવું મંદિર ! ધરતીને હમણાં ખૂંધ ન નીકળી હોય ! હવે અમને મંદિરનું દર્શનીય દ્વાર નજરે પડતું હતું. જમીનથી બે સીડી ઊંચું દ્વાર હતું. લગભગ ૬ ફૂટ પહોળાઈ અને ૮ ફૂટ ઊંચાઈ, મોટી લાકડાની ચૌખટ
૭૬