________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૧૯
ગુજરાવાલા શહેર, જૈન યતિ
અને ભાવડા બજારનું મંદિર ગુજરાંવાલા આજે લોઢાનું શહેર છે, પરંતુ જૈન યતિઓએ વિ.સં. ૧૭૩થી ૧૯૨૭ (ઈ.સ. ૧૬૫૩થી ૧૮૭૦)ની વચ્ચે અહીં જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું હતું. વર્તમાનમાં જુદા જુદા ધર્મોના લોકો અને તેમનાં પૂજાસ્થાન છે. તેમાંનું એક છે ભાવડા બજારનું જૈન મંદિર, જેના કળશ આજે પણ આસમાન સાથે વાતો કરી રહ્યા છે. લાંબી ગલી, બન્ને બાજુ મકાનો. આ મકાનો વચ્ચે ઘેરાયેલું જૈન મંદિર. તે મંદિર કે જેના દરવાજા અને બારીઓ અત્યારે લાહોરના મ્યુઝિયમમાં છે. કળાના અણમોલ નમૂના ! લાકડાની કારીગરી જોવા જેવી છે.
ઘરમાં માત્ર સ્ત્રીઓ જ હતી એટલે અંદર જઈ શકીએ તેમ નહોતા, પરંતુ અમારા સસીબે પુરુષો આવ્યા અને અમે મંદિરની અંદર ગયા.
આ મંદિરમાં પહોંચતાં જ અમને શાંતિ, નિરાંત, આપણા અતીત પ્રત્યે આદર અને થોડી વારની ધ્રુજારી અનુભવાઈ. આ વિસ્તારનું મંદિર તાજમહાલથી કંઈ કમ નહોતું! દિલ્હીના મુગલ સમ્રાટ શાહજહાંએ સોનાનું ‘તત્તે તાઉસ (સિંહાસન) બનાવ્યું હતું, પરંતુ આ જૈન મંદિરમાં ભગવાનની મૂર્તિઓનું બિરાજમાન સ્થાન જોતજોતામાં જ બન્યું હતું. કદાચ આ ત્રણ મૂર્તિઓને બિરાજમાન કરવાની વેદી છે. તેના પર થયેલું શુદ્ધ સોનાનું સોનેરી કામ અને ડિઝાઈન કમાલનાં હતાં ! વારંવાર અમે તે જોઈ રહ્યા હતા.
બીજી આવી જ ઉત્તમ સોનાથી જડેલી વેદી પણ સુંદરતાની તાજગીથી સભર હતી. ઘરવાળાઓએ પણ તેની સારી રીતે સ્વચ્છ, સંભાળીને રાખી હતી.
દીવાલોને જુઓ! તે જમાનાની લીલા, પીળા, લાલ અને નીલા(ભૂરી) ટાઈલ્સની સજાવટ. ફૂલ, વેલા, છોડ, પંક્તિબદ્ધ અને અલગ પણ છે. દરવાજાની પણ ટાઈલ્સની કારીગીરી સુંદર છે. અત્યાર સુધી જેમની તેમ છે !
૬ ૦