________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઘર, જ્યાં લોકો રહે છે. મંદિરનું પેટ ખાલી ! સારું અને કિંમતી જે કંઈ હતું તે લાહોર મ્યુઝિયમમાં ચાલ્યું ગયું. જે જઈ શકતું નથી તેને સમયરૂપી ‘દીમક’ ચાટી રહી છે. કોઈનું ઘર, તે ઘર પર શિખર, શિખર પર કળશ અને તેના પર
આસમાન.
‘જાઓ, મને સૂવા દો’. મને લાગ્યું કે આ કળશનો અવાજ હતો. 'सब जागदियाँ दा खेड़, ख्वाब हकीकत केहडी '
પરંતુ હું તો કમરાની નીંદર અને મારા જાગરણની વચ્ચે હકીકત (વાસ્તવિકતાનું રૂપ ધારણ કરીને ઊભો હતો. હું તો રમી રહ્યો હતો આ બન્નેની
વચ્ચે -
नीमाएँ मैंनू खेडन दे खेडन दे दिन चार
माएँ मैंनू खेडन दे ।
શિખરના આ કળશે લોહીનો દરિયો વહેતો જોયો હતો. વતનવાળાને બેવતન થતા જોયા હતા અને જોયો હતો વેરાન વારસો.
મંદિર અને સ્થાનક
અહીં ક્યારેક રોનક હતી, જીવન ધબકતું હતું, અનેક લીલાઓ હતી. અહીં શ્રી આત્મારામજીની પરંપરા ચાલી. આચાર્ય વિજયવલ્લભજી તથા સ્થાનકવાસી
મુનિ શ્રી ખજાનચંદજીથી લઈ આચાર્ય શ્રી સોહનલાલજી સુધી અનેક સાધુસાધ્વીજીઓએ આત્માથી પરમાત્માના માર્ગે સફર કરી. ઉપાધ્યાય સોહનવિજયજી, સાધ્વી દેવશ્રી, સાધ્વી મલ્લોજી અને આચાર્ય લલિતવિજયજી આ બધાં નામ
પણ ગુજરાવાલાના આત્મા સાથે જોડાયેલાં છે.
લગભગ ૬૦-૭૦ વર્ષની એક વ્યક્તિ નજરે પડી. મેં તેમને પૂછયું, ‘ભાઈસા'બ, આ મહોલ્લા વિશે અમને કંઈક કહો.'
‘આ આખો મહોલ્લો હિંદુઓનો મહોલ્લો હતો. તે જૈન હિન્દુ હતા. તેમને ભાવડા પણ કહે છે. આનું નામ જ ભાવડા મહોલ્લો છે. હવે અહીં જૂના રહેવાસી નથી. આ બધા, અમે પણ ભારતમાંથી આવીને અહીં વસેલા છીએ.’
૬૨