________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
અહીં મધ્યમાં ભગવાન વાસુપૂજ્યની મૂર્તિ હતી અને બાકીના ચારમાં ચરણપાદુકાઓ હતી. અત્યારે તેમાનું કંઈ નથી.
અહીંની ભગવાન વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ભારતમાં પાલિતાણાની પંજાબી ધર્મશાળાના મંદિરમાં વિરાજમાન છે.
સમાધિસ્થળના મુખ્ય ગુંબજની બન્ને બાજુ બે નાના ગુંબજ છે. સમયે પોતાની અસર દેખાડી છે. જ્યાં સને ૧૯૬૫ સુધી ભારતમાંથી જૈન યાત્રિકો દર વર્ષે આવતા હતા; તે આ પવિત્ર સ્થાન ધીમે ધીમે જીર્ણ થઈ રહ્યું છે. ભારતના જૈન લોકો અને પાકિસ્તાનની સરકારે તીર્થની સંભાળ રાખવી જોઈએ. શ્રી વિજયાનંદ આચાર્યશ્રીની મહાનતાનો વિચાર કરતાં, ખબર નહીં પડી હું ક્યારે પાંચ ફૂટ ઊંચા ચબૂતરાની સીડીઓ ઊતરી ગયો. મેં થોડી તસવીરો ખેંચી તે શિલાની પણ કે જેના પર લખ્યું હતું –
‘સમાધિ શ્રી આત્મારામજી વિજયાનંદ'
૨૦ મે, ઈ.સ. ૧૮૯૬.
回
૬૫