________________
- પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૨૦
સમાધિમંદિર - ગુજરાંવાલા હું તેમને બીજી કેટલીક બાબતો પૂછવા માગતો હતો, પરંતુ આગળ પણ જવાનું હતું. તેમની રજા લઈ અમે આત્મારામ રોડ તરફ ચાલ્યા. મારા મગજમાં તો આત્મારામજીની સમાધિ ઘૂમતી હતી. મોટરસાઈકલે એક-બે વળાંક લીધા અને અમે મુનિ આત્મારામજીના સમાધિસ્થળે (થાના શાકમાર્ટ) પહોંચી ગયા.
બ્રિટિશરોના સમયનો એક મોટો દરવાજો ઘણો જૂનો થઈ ચૂક્યો હતો. બહાર સંત્રી ઊભો હતો. બધું ૬૦-૭૦ વર્ષ જૂનું! મને લાગ્યું કે જાણે સમય ડ્ઝિ થઈ ગયો છે!
સંત્રીએ પૂછપરછ કરીને અંદર જવા દીધા. “દર્શની ડ્યોઢી’ સામે એક ખુલ્લું (વધારે લંબાઈવાળું) સહન” (પરસાળ). આખા પરસાળમાં કાળી-સફેદ માર્બલટાઈલ્સોનું ફર્શ, કેટલાક પર નામ તથા રકમ પણ લખી હતી. એવું લાગતું હતું કે આ વિનમ્ર લોકો, ફર્શ પર નામ લખાવીને પોતાના ગુરુનાં ચરણોમાં ન્યોચ્છાવર થવા ઇચ્છતા હોય ! આ ટાઈલ્સોની જીભ હોત તો જરૂર બોલત - “અમારા પર પગ રાખીને ચાલો. તમારા ચરણના સ્પર્શમાં જ અમારું કલ્યાણ છે.”
આ આત્મારામજી મહારાજની સમાધિ છે. ૨૦ મે, સને ૧૮૯૬ના સાંજે તેઓનો અગ્નિસંસ્કાર થયો હતો. દેશના ભક્તોએ ત્યાં તેઓનું ભવ્ય, શાનદાર સમાધિસ્થાન બનાવ્યું. દૂધથી પણ સફેદ માર્બલનાં પગથિયાં! સમાધિના મોટા ગોળાકાર ગુંબજની નીચે પહોંચતાં લાગ્યું કે કદાચ આ ક્ષણે આત્મારામજી બોલી ઊઠશે.
અંદરની વેદી અને પવિત્ર ચરણપાદુકા સરકારે સુરક્ષા હેતુથી અહીંથી લાહોરના સરકારી મ્યુઝિયમમાં પહોંચાડેલ છે.
બહાર ‘સહન” (પરસાળ)ની બન્ને બાજુ ઓરડાવાળા બ્લોક છે. એક બાજુ આ કોમ્પલેક્ષમાં ઘરમંદિર હતું, જેના પાંચ શિખર સહિત મોટો ભાગ ખંડિત છે.
૬ ૪