________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો પાકિસ્તાનમાં ૪૫ દિવસો
પાકિસ્તાનનું નિર્માણ ૧૪ ઑગસ્ટ ૧૯૪૭માં થયું, પરંતુ આચાર્ય વિજયવલ્લભસૂરિજી, સમુદ્રવિજયજી, જનકવિજયજી વગેરે મુનિગણ, પ્ર. દેવશ્રીજી વગેરે સાધ્વીજીઓ તથા ત્યાંના જૈન પરિવાર ત્યારે ગુજરાવાલામાં જ હતા. પાકિસ્તાન સરકાર દ્વારા સાધુ-સાધ્વી વૃંદને વિમાન દ્વારા મોકલવાની વાતને શ્રી વિજયવલ્લભજીએ એમ કહીને સ્વીકારી નહોતી કે, ‘હું આખા સંઘ સાથે જ જઈશ, એકલો નહિ જાઉ.’ અંતે ૨૬ સપ્ટેમ્બર ૧૯૪૭માં ૧૭ ટૂકો દ્વારા આખો સંઘ ગુજરાંવાલાથી લાહોર કૅમ્પમાં પહોંચ્યો.
તેરાપંથી મુનિને પોતાની સાથે લાવ્યા
કૅમ્પમાં વિજય વલ્લભસૂરિજીને સૂચના મળી કે તેરાપંથી સાધુ અમોલક મુનિજી કેટલાય દિવસોથી લાહોરમાં છે. તરત જ કેટલાક યુવાનોને જવાબદારી સોંપી કે તેઓ કૅમ્પના અધિકારીઓ સાથે વાત કરે અને મુનિને શોધીને અહીં લઈ આવે.
અમોલક મુનિને પોતાની સાથે લઈને, ગુજરાંવાલાથી આવેલ આ સંઘે ૨૭ સપ્ટેમ્બરના રોજ લાહોરથી અમૃતસર તરફ પ્રસ્થાન કર્યું.
ભાવડા બજાર, ગુજરાંવાલા મંદિર (હવે ઘર)માં રહેવાવાળા લોકો મૂર્તિઓવાળા ઓરડામાં બૂટ-ચપ્પલ પહેરીને જતા નથી. આ સુંદર પાલખીમાં ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાનને શણગારીને મૂકેલો છે. પાકિસ્તાનમાં આ પરિવારને જૈન મંદિરો પ્રત્યે આદરભાવ છે.
回
૬૩