________________
---પાકિસ્તાનનાં જૈન મંદિરો---- દીવાલો પર ટાઈલ્સ અને દરવાજાથી ઉપર, ઉપલા માળના વરંડા નીચે જૈન કથાઓ અને ઇતિહાસનાં પાકા તથા દીવાલોમાં સમાયેલાં મોટી સાઈઝનાં ચિત્રો બનેલાં છે. તેમાંના કેટલાંક અમારી સમજમાં આવે છે. જેમ કે - (૧) ભગવાન પાર્શ્વનાથનું ધ્યાન અને ધરણેન્દ્ર-પદ્માવતી (૨) ભગવાન મહાવીર અને ચંદનબાળા (ગોચરી વહોરાવવા) (૩) ઋષભદેવના સુપુત્ર બાહુબલી અને બે સાધ્વીજીઓનાં ચિત્ર (બ્રાહ્મી-સુંદરી) (૪) ભગવાનની દીક્ષા (૫) બ્રાહ્મણ દ્વારા ભગવાન મહાવીર પાસે દેવદૂષ્ય વસ્ત્ર માગવું (૬) ગજસુકુમાલના માથે અંગારા (૭) ભગવાનનું સમોસરણ (૮) ભગવાનના કાનમાં ખીલા ઠોકતું ચિત્ર (૯) મેરુ પર્વત પર ઇન્દ્ર દ્વારા ભગવાનનો અભિષેક તથા અન્ય કેટલાંય ચિત્રો.
અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે - ત્યાં લગાડેલ માર્બલથી બનેલ જૈન તીર્થ પાલિતાણા (શત્રુંજય)ની મિનિયેચર કોપી અથવા નકશો. તેમાં બનેલ મંદિરો, મૂર્તિઓ, રસ્તાઓ, વૃક્ષો, પહાડ પર જતાં સાધુઓ તથા યાત્રિકો - ખૂબ કાળજીપૂર્વક અને કારીગરીથી બનાવેલાં છે. તેનો અંદાજ લગાવતાં મગજ ચકરાવે ચડી જાય છે !
હવે અમે મંદિરના ઉપરના છત પર હતા. અહીંથી તેનું શિખર તથા કળશ જોવા માટે ગરદનને પૂરી પાછળ લઈ જવી પડે છે. તેની કારીગીરી, આર્ટવર્ક, ચારેબાજુની સિમિટ્ટી, કમળનાં ફૂલોથી શરૂ થતાં શિખરમાં સુંદર ઢંગથી બનેલા આઠ આરા અને સૌથી ઉપર કાપડનો ધ્વજ લગાડવા માટે રાખેલ દંડ-કેટલાય વખત સુધી જોયા કર્યું.
ભાવડા બજારનું આ મંદિર ચિંતામણિ પાર્થનાથના મંદિર તરીકે જાણીતું છે. કહેવાય છે કે અગાઉ આ જગ્યાએ ભગવાન ઋષભદેવ બિરાજમાન હતા. તે મૂર્તિ કાં તો ખંડિત થઈ ગઈ અથવા કોઈ ઘટનાની પાત્ર બની. તે સ્થાને (મુનિ) બુદ્ધિવિજયજીએ પાર્શ્વનાથજીને બિરાજમાન કરાવ્યા હતા.
નાની ઈંટનું બનેલું માછલીના આકાર જેવું શિખર. તેના ચરણમાં કોઈકનું
૬ ૧