________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------- પણ દરેક જગ્યાએ સ્કૂલ, કોલેજો અને મંદિરો બનાવવાની પ્રેરણા આપવા જણાવ્યું.
પરંતુ તેઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર ગુજરાંવાલા શહેર જ રહ્યું અને ઈ.સ. ૧૮૯૬માં તેઓએ અહીં જ દેહત્યાગ કર્યો. તેઓના અંતિમ સંસ્કારના સ્થળે તેઆનું સમાધિસ્થળ બનાવવામાં આવ્યું.
‘અહીં ગુજરાવાલામાં તેઓ ક્યાં રહ્યા ?'
‘તેઓ ભાવડા બજારના મંદિર પાસે સાધુઓના નિવાસસ્થાનમાં બિરાજમાન હતા અને અહીંથી તેઓએ ધર્મપ્રચાર કર્યો હતો.'
- રાત પડી રહી હતી. કરીમુલ્લાના નિવાસસ્થાને જ રોકાયો. વારંવાર મુનિશ્રીનાં સત્કાર્યોની યાદી મગજમાં ઘૂમતી હતી. પછી ઊંઘ આવી ગઈ.
અરશદ મીરની એક કથાની ‘વાર છે – नींदर अन्दर समियाँ ने कद मेहँदी लाई सब जागदियाँ दा खेड रव्वाब हकीकत केहड़ी ॥
અર્થાત્ આ સમય ખૂબ બળવાન છે. સમયને ઊંઘ આવતી નથી. માનવી સૂઈ જાય છે, સૂતેલાને મહેંદી લગાડવામાં આવતી નથી, અર્થાત્ ઊંઘમાં કંઈ પણ સારું થઈ શકતું નથી. જાગૃત છે તો બધું (પ્રાપ્ત) છે. બાકી સ્વપ્ન ક્યારે હકીકત બને ?
પ૯