________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો-------------- હતો. પિતા મહારાજા રણજિતસિંહના સૈન્યમાં સામેલ હતા. નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. ત્યાર બાદ તેઓ પોતાના પિતાના મિત્ર, છરાનિવાસી જોધામલ પાસે રહેવા લાગ્યા. ત્યાં તેમનું જૈન સંસ્કારો સાથે લાલનપાલન થયું.
‘તેઓ છરાથી ગુજરાંવાલા ક્યારે આવ્યા?' કરીમુલ્લાએ પૂછ્યું.
‘તેઓએ ૧૬ વર્ષની વયે માલેરકોટલામાં શ્વેતાંબર સ્થાનકવાસી મુનિ જીવનલાલજી પાસે દીક્ષા લીધી અને ૫-૭ વર્ષમાં આગ્રા જઈને શ્રી રત્નમુનિજી પાસે ચૂર્ણ, નિયુક્તિ, ટીકા અને ભાષ્યનો અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૮૭૫માં તેઓ પોતાના ૧૫ સાથી સાધુઓ સાથે અમદાવાદ ગયા અને શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છની દીક્ષા મુનિ બુદ્ધિવિજયજી પાસેથી ગ્રહણ કરી. સંપ્રદાય પરિવર્તન કર્યું. યુરોપ, અમેરિકાના વિદ્વાનો સુધી તેઓની ઓળખાણ થઈ. ઈ.સ. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ (શિકાગો)માં તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા,
જ્યાં તેઓએ પોતાના સ્થાને મુંબઈના બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને ટ્રેનિંગ આપીને મોકલ્યા. અમેરિકાનાં અખબારો (છાપાં)માં તેમના ફોટાઓ તથા પરિચય પ્રસિદ્ધ થયાં. આમાં સ્વામી વિવેકાનંદ પણ ગયેલા. વિરચંદ ગાંધીએ વિશ્વને જૈન ધર્મનો પરિચય આપ્યો. અમારી વાતો આ રીતે આગળ વધતી રહી.
કહેવાય છે કે, વાતો ચાલે છે, પણ તેને પગ હોતા નથી. તેનો પગરવ સંભળાતો નથી. તે વગર અવાજે પણ ચાલતી રહે છે. મુનિ આત્મારામજી વિશેની ઘણી વાતો અમારા બન્ને વચ્ચે થઈ.
કરીને પોતાના એક લોકલ પત્રકારને એક કાર્ય સોંપ્યું કે આગલા દિવસે તે મારી સાથે આવીને શહેરના જૈન મંદિરોનો રિપોર્ટ અખબાર માટે તૈયાર કરે.
“હા, આપણે વાત કરતા હતા કે આત્મારામજી ગુજરાંવાલામાં ક્યારે આવ્યા ?”
“શ્રી આત્મારામજી મહારાજ ઈ.સ. ૧૮૭૫ પછી આખા ભારતમાં જૈન મૂર્તિપૂજાના પ્રચારમાં લાગી ગયા. પંજાબમાં નવાં મંદિરો બનાવ્યાં. પોતાના ભક્તોઅનુયાયીઓના સામાજિક રીત-રિવાજોમાં સુધારા કર્યા. શિક્ષણના પ્રચાર માટે શાળાઓ – ખાસ કરીને કન્યાશાળાઓ શરૂ કરવાનો ઉપદેશ આપ્યો. પોતાના શિષ્યોને
(૫૮