________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
પ્રકરણ : ૧૭.
મારી ઈન્ડસ (અથવા) માડી પત્તન આ નગર સિંધુ નદીના પૂર્વ કિનારે વસેલું છે, અર્થાત્ મિયાંવાલા નગરની ઉત્તરે અને રાવલપિંડીથી દૂર દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે. અંગ્રેજી ઉચ્ચારણ “મારી ઇન્ડસ' અહીં માડી પત્તન” નામે ઓળખાય છે.
કાલાબાગ અને મારી પત્તન - આ બન્નેની વચ્ચેથી સિંધુ નદી વહી રહી છે.
ઈસ્લામાબાદથી કાલાબાગ જતાં કાફરકોટ, બાલોટ, ધનકોટ અને માડી પત્તન - આ બધાં સ્થળે ઘણાં મંદિરો છે - એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો પહાડ પર છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં.
માડી પત્તન પહાડના શિખરને નાગરગાજન (નાગાર્જુન) કહે છે. આ પહાડની ટેકરી પર ગુફાની ધરતીમાંથી અતિપ્રાચીન મહાચમત્કારી એક પ્રતિમા મળી આવી હતી, જ્યાં શ્વેતાંબર મંદિરનું નિર્માણ થયું હતું. હવે આ પૂરો વિસ્તાર અનાર્યમ્યુચ્છ જેવો બની ગયો છે. તે પ્રતિમાજી પણ ખંભાત (ગુજરાત)માં બિરાજમાન કરવામાં આવી.
૫૬