________________
--------પાકિસ્તાનનાં જૈન મંદિરો
--
પ્રકરણ : ૧૮
ગુજરાંવાલા ની મા પૈ– વેડન રે..
અર્થાત્ મારી બાલ્યાવસ્થાની ઉમરમાં હે માતા! મને રમવા દે (મને આનંદ કરવા દે).
કહેવાય છે કે, સિયાલકોટ પછી ગુજરાંવાલા જ એક એવું શહેર છે કે જેની નજીક પ્રાચીન રાજધાની હોવાના ખંડેર મળે છે. શહેર તથા રાજધાની હોવાનો ઉલ્લેખ ચીની યાત્રાળુ હ્યુનસાંગ પણ કર્યો છે.
મારો એક મિત્ર કરીમુલ્લા ગોંદલ એક વર્તમાનપત્રનો બ્યુરો ચીફ છે. તેને ખબર પડી કે, હું જૈન મંદિરોનું સંશોધન કરું છું, તો પોતાના અંદાજથી પૂછી લીધું કે ગુજરાવાલામાં કેટલાં જૈન મંદિરો છે ?'
“ગુજરાવાલા શહેરમાં ત્રણ જૈન મંદિરો છે. એક જૂના શહેરના બજાર ભાવડાંમાં, બીજું જી.ટી. રોડ પર અને ત્રીજું ગામની પાસે જૈન સ્કૂલમાં.”
“જી.ટી. રોડ પર કર્યું ?' ‘જેમાં અત્યારે પોલીસ સ્ટેશન છે.' આ તો આર્ય સમાજનું નથી ?'
ના, ના. આ તો જૈનોનું છે. અહીં આત્મારામજી મહારાજની સમાધિ પણ છે.”
શ્રી આત્મારામજી મહારાજ કોણ છે ?' કરીને પૂછયું.
શ્રી આત્મારામજી મહારાજ'... મેં વાત શરૂ કરી અને કરીમુલ્લા પણ પૂરા ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો.
શ્રી આત્મારામજી મહારાજ આ મહાપુરુષનો જન્મ. ઇ.સ. ૧૮૩૭માં પંજાબના ફિરોજપુર જિલ્લાના જીરા તાલુકાના લહરા ગામમાં, પિતા ગણેશચંદ્ર અને માતા રૂપાદેવીને ત્યાં થયો
૫૭