________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો -- -- મજબૂતાઈથી ઊભું હતું.
જૈન તીર્થંકર ભગવાન શીતલનાથના આ મંદિરની પ્રતિષ્ઠા શ્રી બુદ્ધિવિજયજીએ કરાવી હતી. કિલા સોભાસિંહના એક ધનાઢય પરિવારે પોતાના બુઝુર્ગ શ્રી સદાનંદજી તિરપંખિયા ઓસવાલ ભાવડાની યાદમાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આ મંદિર ખૂબ જ મનોહર અને આકર્ષક હતું. એક ગ્રંથમાં તેને દેવવિમાન જેવું સુંદર કહેલ છે. ઈ.સ. ૧૯૪૧માં જૈન આચાર્ય વિજય-વલ્લભસૂરિજી નારીવાલથી વિહાર કરી યાત્રાસંઘ સાથે આ મંદિરના દર્શનવંદન હેતુ પધાર્યા હતા.
કિલા સોભાસિંહનું આ મંદિર બનાવનાર તથા પૂજા કરનારાઓ વગેરે અંગે વિશેષ માહિતી માટે હવે અમને કોઈ અહીંના બુઝુર્ગ - મૂળ નિવાસીની શોધ હતી. બે-ત્રણ દુકાનદારો સાથે વાત કરતાં આખરે ૭૦-૭૫ વર્ષની એક વ્યક્તિ મળી ગઈ, જે અહીંની કારભારી તરીકે રહેલ. તેમણે કહ્યું કે, આ જૈન ભાવડાઓનું મંદિર છે. પહેલાં માત્ર એક મોટો ભાવડા પરિવાર હતો. જૈન સાધુઓનું અહીં આવાગમન થતું રહેતું. મારા પિતાજી-દાદાજી કહેતા હતા કે, કિરપશાહ ભાવડા તિરપંખિયાની ઘણી જમીન-જાયદાદ હતી. તેઓ સરકારી ઠેકેદાર હતા. આ કિરપશાહના બુઝુર્ગોએ આ મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. ૧૯૪૭માં પોતાનું ઘર અને મંદિર છોડીને તેઓ ભારત ચાલ્યા ગયા હતા. હવે આ મંદિર ખાલી છે. અહીં કોઈ રહેતું નથી.
કિલા સોભાસિંહના જૈન શ્વેતાંબર મંદિરની પાકિસ્તાની પંજાબના અતિપ્રાચીન મંદિરોમાં ગણતરી થઈ શકે. ફર્શ, દીવાલો, મૂર્તિસ્થાન - ક્યાંય પણ સંગેમરમર ન હોવા છતાં કારીગરોએ તેને ખૂબ પાકું અને ખૂબ સુંદર બનાવ્યું હતું.
ઉપરના છત પર જઈને અમે મંદિરના શિખર, કળશ અને પછી ઈંટો અને ચૂનાથી બનેલ દીવાલો, બીમ વગર બનેલા છતના ગુંબજના ફોટા પાડ્યા અને આગળની સફર શરૂ કરી.
૬
૯