________________
પ્રકરણ : ૨૨
પાકિસ્તાનનાં જૈન મંદિરો
કિલા સોભાસિંહ
ટેબલ પર પડેલાં પ્રાચીન વિવરણ, પુસ્તકો અને કેટલાક જિલ્લાના પ્રાચીન ‘ગજેટિયર’ કદાચ મને કંઈ કહેવા માગતાં હતાં. તેમને જોતાં જોતાં સને ૧૯૨૦નો સિયાલકોટ જિલ્લાનો ‘ગજેટિયર' મારા હાથમાં હતો અને અચાનક તેમાં ‘કિલા સોભાસિંહ'માં એક જૈન શ્વેતાંબર મંદિરનો ઉલ્લેખ જોવા મળ્યો.
તેને બે-ત્રણ વાર વાંચતાં જાણકારી મળી કે કિલા સોભાસિંહમાં જૈન ધર્મના ૧૦મા તીર્થંકર શ્રી શીતલનાથનું ખૂબ શાનદાર મંદિર હતું.
નારોવાલ તરફ જતી સડક પરથી અમે કિલા સોભાસિંહ પહોંચ્યા. ગાડી રેલવે-સ્ટેશને ઊભી રહી. અહીંનું સ્ટેશન સ્વચ્છ હતું. સારું શહેર છે. અહીંના બજારની દુકાનો, ભીડ, ગાડીઓ, વિદ્યાર્થીઓની શાળા આ બધું જોતાં જોતાં અમે આગળ વધી રહ્યા હતા કે મંદિરનું ખૂબ ઊંચું શિખર દેખાયું. આખા શહેરની હવેલીઓ, મકાનો કરતાં પણ શિખર ઊંચું હતું. ઉપરનો કળશ તૂટી ગયો હતો. પંજાબનાં અન્ય જૈન મંદિરો કરતાં અહીંનાં શિખરની બનાવટ જુદા પ્રકારની અને સુંદર હતી. ચોરસ શિખરના ખૂણા અને સંતરાની અંદર પેશીની જેમ દરેક દિશામાં બે-બે એટલે કે કુલ ૧૨ ભાગમાં (સ્તર)માં ઊંચાઈ લેતું શિખર વીતેલા સોનેરી યુગની કથા બતાવી રહ્યું હતું.
પૂછતાં પૂછતાં મહોલ્લો બ્રાહ્મણા કે જે હવે મહોલ્લો શેખાં છે ત્યાં પહોંચ્યાં. હવે અમે મંદિરના દરવાજા પાસે હતા. બે સદી પહેલાંની મોટી ઇંટો તથા ચૂનાથી બનેલી દીવાલ વચ્ચે ખૂબ જના, તૂટેલા દરવાજામાંથી અંદર પહોંચ્યા. દરવાજામાંથી દાખલ થતાં બીક લાગી કે કદાચ તે હમણાં તૂટી પડશે ! અંદર ઇંટોની દીવાલો હતા. મૂર્તિસ્થાનની બારશાખ (ટોડલો) ઇંટ તથા ચૂનાથી બનેલી હતી. છત જોઈ તો તે પણ ઇંટ તથા ચૂનાથી, કોઈ બીમ કે સહારા વિના ગુંબજની જેમ ગોળાઈ લેતી બનેલી હતી. છતનું ગુંબજ હજુ સુધી
૬૮