________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
સંગત મળી. આચાર્ય વિજયવલ્લભસૂરિ પાસે દીક્ષા લેતાં તેઓનું નામ લલિતવિજયજી પડયું. સને ૧૯૩૬માં તેઓશ્રીને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ. પંજાબ અને વિશેષરૂપે મારવાડમાં શિક્ષણપ્રચાર તથા નવી સ્કૂલ-પાઠશાળાની સ્થાપના તે તેઓનાં મહાન કાર્યો છે. ઈ.સ. ૧૯૪૯માં ખુડાલામાં તેઓશ્રીનો દેહાંત થયો. ફાલના મુકામે તેઓશ્રીની સ્મૃતિ જળવાઈ રહી છે.
રાત્રિના અંધારામાં સમાધિનો ગુંબજ નજરથી હટતો નહોતો. મારી સામે લાહોરના મ્યુઝિયમનું તે દશ્ય હતું –
'गुजरांवाला से मिलने वाले श्री आत्माराम के कदमों के निशान' નોંધ : બાબુ દીનાનાથ જૈન (જેલમવાળા) જેઓ હિન્દી, ઉર્દૂ તથા અંગ્રેજીના જાણકાર હતા. તેઓને ગુરુકુળના રેજિડેન્ડ-સુપરિટેન્ડેટના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સામાજિક, ધાર્મિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ગુજરાવાલા જૈનોએ ખૂબ સારો વિકાસ કર્યો હતો. તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસના જ્ઞાતા તેમ જ લેખક શ્રી હીરાલાલ દૂગડ, કવિ ખુશીરામ દૂગડ, કપૂરચંદ મુન્હાની, દેવરાજ મુન્હાની, ગુરુભક્ત લાલા માણેકચંદ, લાલા કપૂર શાહ, રાયસાહેબ પ્યારાલાલ, લાલા દીવાનચંદ, જ્ઞાનચંદ, લાલા લાભચંદ, લાલા પન્નાલાલ, ગુશાહ, ચુનીલાલ, રિખબદાસ, સરદારીલાલ, ચરણે શાહ, કુન્દન શાહ તથા સ્વતંત્રતા સેનાની શ્રી તિલકચંદ તિરપંખિયા વગેરેનાં નામ ઉલ્લેખનીય છે.
回
૬૭