________________
પ્રકરણ : ૧૬
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઝંગ (પશ્ચિમ પંજાબ, પાકિસ્તાન)
લાહોરથી ૨૭૦ કિ.મી. પશ્ચિમમાં જિલ્લા સ્તરનું શહેર ઝંગ એક સારું વ્યાપારી કેન્દ્ર છે. બજાર, ભરપૂર દુકાનો, લોકો, ગાડીઓ, સ્કૂલ, કૉલેજો અને સરકારી કાર્યાલય – બધું છે આ નગરમાં. નગરની પશ્ચિમમાં થોડે દૂર ચિનાબ નદી છે. મધ્યકાલીન પંજાબની અનેક પ્રેમકથાઓ તથા કિસ્સાઓ આ ચનાબ (ચિનાબ) નદીથી જોડાયેલાં છે.
-
અંગનો ભાવડા મહોલ્લો
જૈન યતિઓની પ્રેરણાથી રાજસ્થાન તથા પંજાબથી જૈન ભાવડાના કેટલાક પરિવારો અહીં આવીને વસ્યા અને ખૂબ વિકસિત થયા. આ યતિઓની પ્રેરણા અને દેખરેખ હેઠળ ભાવડા મહોલ્લામાં જ એક અતિસુંદર જૈન મંદિર પણ આ પરિવારોએ બનાવ્યું.
આ બધા પરિવારો એક જ મહોલ્લામાં રહેતા હોવાથી તેનું નામ ‘મુહલ્લા ભાવડા' પડી ગયું. મહોલ્લાની હવેલીઓ પરથી આ પરિવારોની સમૃદ્ધિની પણ ખબર પડે છે.
ઝંગ શહેરમાં ભાવડા પરિવાર કયા યતિજીની પ્રેરણાથી, કઈ સદીમાં, ક્યાંથી આવીને વસ્યા અને પછી પરિસ્થિતિ પ્રતિકૂળ બનતાં અથવા અન્ય કારણોથી અહીંથી અન્ય બીજી કઈ જગ્યાએ ચાલ્યા ગયા એ સમજમાં ન આવ્યું (ખબર પડી નહીં). જૈનોની વસ્તીવાળામાં અન્ય મોટાં શહેરો (જેમ કે લાહોર, મુલતાન વગેરે) નંગથી ખૂબ દૂર હોવાના કારણે કદાચ સગાં-સંબંધી જેવા સામાજિક વ્યવધાન હોય અથવા મુસલમાન વસ્તીની બહુમતી અને તેઓનાં ખાનપાન વગેરે કારણોથી મજબૂર થઈને જૈન લોકો અહીંથી ચાલ્યા ગયા.
આ ભાવડા લોકો લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ તો અહીં રહ્યા હશે અને ઈ.સ. ૧૮૮૦-૧૯૦૦ની આસપાસ શહેર છોડ્યું હોય તેવું અનુમાન છે.
૫૪