________________
-----પાકિસ્તાનનાં જૈન મંદિરો લઈ ગઈ. કૌટિલ્ય તેને ટેક્સલામાં (તક્ષશિલામાં) ભણાવ્યો અને યૂનાનીઓ વિરુદ્ધ તેને તૈયાર કર્યો. ચંદ્રગુપ્ત આ ધરતીનો પુત્ર હતો અને તેણે ધરતીમાતાના પાલવ પર લાગેલા બધા ડાઘ ધોઈ નાખ્યા.
અમે મિયાંવાલીના બસ-સ્ટેન્ડ પર હતા. બન્ને પણ અહીંથી નજીક જ હતું. એક શ્વેતાંબર મંદિર બનૂમાં અને બીજું પાસેના કસ્બા લબરમાં હતું, પરંતુ અમે તો કાલાબાગ જઈ રહ્યા હતા. અમારી ગાડી કાલાબાગ તરફ દોડી રહી હતી. ઠંડી હવાનો અનુભવ થયો. ખુરશીદ બેગમનો અવાજ એકાએક યાદ આવી ગયો - ની સૈ રે ની ક્રિય વા વી મેતી ... અર્થાત મને કાલાબાગની મહેંદી લાવીને આપજે.
અમારી એક તરફ પહાડ અને બીજી બાજુ સિંધુનું પાણી. નદીની પેલે પાર કાલાબાગ શહેર પણ નજરે ચડ્યું. એવું લાગ્યું કે જાણે આખું શહેર જ પાણીમાં તરી રહ્યું હોય! પાણીની ઉપર પહાડ સુધી સુંદર ઘર, દરવાજા, બારીઓ બધું બંધ !
ઇતિહાસકારોનું કહેવું છે કે, મહમદ ગજનવીએ અહીંધી સિંધુને પાર કરી હતી. અહીં પાંડવોનાં મંદિરો પાસેથી પસાર થવા છતાં મહમદે તેને કંઈ ન કર્યું ! અહીંના મંદિરોમાં હીરા, મોતી, સોનું કે ધન-દોલત નહોતાં. તેને તો સોમનાથનું ધન લૂંટવું હતું. બામિયાનની બુદ્ધની મૂર્તિઓની જેમ આ મંદિરો આજે પણ છે.
કાલાબાગ અમે કાલાબાગમાં હતા. એક લાંબી બજારમાંથી પસાર થઈ અમે “ચૌક પીરછુટ્ટા” પહોંચ્યા. ગાડીમાં અમારી સાથે બેઠેલા એક સજ્જન પણ અમારી સાથે જોડાઈ ગયા. તેમણે પ્રથમ તો અમને ચોકવાળી ધર્મશાળા બતાડી, તે હિંદુ ધર્મશાળા હતી. અહીં શહેરની સૌથી મોટી માન્યતા (દરબાર) હતી, જેના નામ પરથી ચોકનું નામ “ચૌક પીરછુટ્ટા’ હતું. ધર્મશાળાનો દરવાજો આ દરબાર કે ચોક તરફ ખૂલે છે. હવે આ ધર્મશાળા નહીં પણ ઘર છે.
બજારમાં નવાં-જૂનાં મકાનો, કળાના નમૂના. અમારા માટે હવે જૈન શ્વેતાંબર મંદિર શોધવું કઠિન હતું. ડાબી તરફ એક સુંદર દરવાજા-બારીઓવાળાં ઘર દેખાયાં, ત્યાં પહોંચી એક સજ્જનને મેં પૂછયું, “ભાઈસા'બ, અમને બતાવો કે આ શહેરમાં એક જૈન મંદિર છે તે ક્યાં છે ?'
‘હિન્દુઓનાં તો અહીં ઘણાં મંદિરો હતાં, પણ હવે કંઈ રહ્યું નથી. ઉપર મેડી
૫ ૨