________________
---------પાકિસ્તાનનાં જૈન મંદિરો------------------ બિરાજિત કરવામાં આવ્યા.
અમે ઈસ્લામાબાદથી ફારુક કુરેશીના ગામમાં પહોંચ્યા. બીજા દિવસે સવારે અમારું ગ્રુપ કાફરકોટ અને બલોટનાં મંદિરો જોવા નીકળ્યું. ચશ્મા બૈરાજની સાથે ચાલતા ચાલતા સંધુ નદીને પાર કરી. પછી પહાડોની ઓથમાં કાફરકોટ પહોંચ્યા. પહાડ પર આર્ટના સુંદર નમૂનારૂપ સદીઓ જૂનું ઐતિહાસિક મંદિર. કોણ જાણે કેટલાય સાધુ-મહાત્મા અને કેટલાય લોકો આ નાના-નાના પથ્થરિયા રસ્તા પરથી પસાર થયા હશે !
પહાડ પર એક પૂરું મંદિર અને એક અડધું ઢાળેલું મંદિર, કેટલીક સમાધિઓ. એક કિલ્લો કે જે બીજી-ત્રીજી સદીનો માનવામાં આવે છે. અંગ્રેજોએ તેને હિંદુ મંદિર કહેલ છે. સિંધુ નદી સાથેસાથે આનાં જેવાં કેટલાંય જૈન મંદિરો છે. અહીં અનેક સદીઓની ગાથાઓ આ પહાડો પર વિખરાયેલી છે.
જૈન મંદિરોની શોધ કરતાં અન્ને એક ખૂબ પ્રાચીન મંદિરની ખબર પડી, જે સિંધુ નદીના કિનારા પર છે. આ મંદિરનું નામ “મરોટીનું મંદિર છે, પરંતુ મારા મિત્ર યુસુફ પંજાબીએ મને કહ્યું કે, આ મરોટ નહીં પરંતુ બલોટ છે. આ એક પ્રાચીન મંદિર સિંધુ નદીના કિનારે ડેરા ઈસ્માઈલ ખાના વિસ્તારમાં છે તથા પંજાબ તરફ જિલ્લા મિયાંવાલી લાગે છે. બલોટનું મંદિર, પછી આગળ કાલાબાગ. હવે એ પણ સ્પષ્ટ થયું કે બલોટ મિયાંવાલીમાં છે – બાવલનગરમાં.
બલોટના પહાડ પર બે મંદિર, ચારેબાજુ એક કિલ્લો કે જેનો પાયો જ રહ્યો હતો. બન્ને મંદિરોને અંદર-બહાર સારી રીતે જોયાં. લખવા માટે ઘણુંબધું છે. એ આચાર્યો, મુનિઓનાં નામ કે જેઓએ આ ક્ષેત્રમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો. બનૂ અને ડેરા ઈસ્માઈલ ખાંના જૈનોની કથાઓ! બલોટના મંદિર હિન્દુ મંદિર હતાં, જૈન નહીં.
કાકોટ, બલોટ, ધનકોટ, કાલાબાગ પાસે માડી પત્તન - આ મંદિરોની પૂરી હારમાળા છે. એકસરખી બનાવટ અને એક સમયમાં બનેલાં. કેટલાંક તો હજુ ઊભાં છે અને કેટલાંક સિંધુ નદીમાં સમાઈ ગયાં.
કાલાબાગ નગર વિશે જે કંઈ વાંચ્યું હતું તે યાદ આવતું હતું. કહેવાય છે કે, અહીં નાવિકોની વસ્તી હતી. આ વસ્તીમાં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થયો. તેના પિતા યૂનાની સાથે લડતા લડતા મૃત્યુ પામ્યા. પછી તેની માતા તેને પાટલિપુત્ર
(૫૧)