________________
----પાકિસ્તાનનાં જૈન મંદિરો --- પર જે બે મંદિર હતાં તે પણ પડી ગયાં છે, આપને તેમાં શું જોયું છે ?'
અમારી વાતો સાંભળતાં બીજા એક સજ્જન જે આ મહોલ્લામાં રહેતા હતા તે ત્યાં આવ્યા. અહીં કોઈ જૈન મંદિર છે તેના વિશે પૂછી રહ્યા છે ?' એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કહ્યું.
હા, આ જ તો છે જૈની ભાવડાનું મંદિર, જે અત્યારે તમારું ઘર છે. આ જ જૈન મંદિર છે. તે ઊંચું નથી, ઘર જેવું જ છે.'
આ ઘરમાં રહેનાર વ્યક્તિ ચકિત થઈને બોલી, “આ મંદિર નથી, પરંતુ ઘર છે. તેના પર કોઈ મિનારો કે શિખર નથી. નીચે દુકાનો છે.
‘ઉપર એક મોટો ઓરડો છે. ઓરડાની સામે વરંડો છે. પછી આગળ નાનાનાના બે ઓરડા છે. બસ, બીજું કંઈ નહીં. બહાર દરવાજા અને બારીઓ છે. ગલીવાળા દરવાજા સાથે પગથિયાં છે.' તેણે પોતાના ઘર (જે ઈ.સ. ૧૯૪૭ પહેલાં શ્વેતાંબર મંદિર હતું)નો પૂરો નકશો અમારી સમક્ષ પ્રસ્તુત કર્યો.
પાછળથી આવનાર સજ્જન એ વાત પર અક્કડ હતા કે આ મંદિર છે. આ તો ભારતમાંથી વિસ્થાપિત થઈને આવ્યાં હતા અને આ ઘરમાં વસી ગયા. અમે અહીંના જદી-પુશ્તી’ છીએ. આ એક મંદિર હતું, નાનકડું મંદિર. આ હતું કાલાબાગનું શ્વેતાંબર જૈન મંદિર, જે જૈનોના ચોથા તીર્થંકર શ્રી અભિનંદનસ્વામીનું હતું. દેશના વિભાજન સમયે જૈનો અહીંની મૂર્તિઓ પણ પોતાની સાથે લઈ ગયા. સાંભળ્યું છે કે હવે તે દિલ્હી નૌધરાના જૈન મંદિરમાં છે.
સાંજ થવા આવી. પેલા સજ્જન ચાલ્યા ગયા. અમે બન્ને બજારમાં હતા. પહાડના શિખર સુધી ગલીઓ, મકાન, દરવાજા નજરે પડતાં હતાં. લાગતું હતું કે અમે એક ખૂબ ઊંચા શહેરના પગમાં ઊભા છીએ!
વિચારતા રહ્યા કે આ મંદિર છે કે ઘર ! માનવીનું ઘર કે ભગવાનનું ઘર ! બન્નેમાંથી કોણે મુક્તિ પ્રાપ્ત કરી ? ચંદ્રગુપ્ત મૌર્ય જૈન હતા કે બૌદ્ધ ? મહમદ ગજનવીએ આ મંદિર કેમ ન તોડ્યું? આ બધા સવાલના જવાબ નથી. મને વારિસ શાહની પંક્તિ યાદ આવી ગઈ –
दुनिया जाण ऐवें जावें भंग पीके, गोर कालड़ा बाग बनाया ई।
અર્થાત્ આ સંસારમાં દરેક સમયે બદલાતાં રૂપોના આવા સમયમાં કે જેમ ભાંગના નશામાં ચક્યૂર માનવી શ્વેતને પણ “કાલાબાગ” જ કહી રહ્યો હોય.
૫૩.