________________
----------પાકિસ્તાનનાં જૈન મંદિરો
- - - - -
-
પ્રકરણ : ૧૩
બનૂ અને લિમ્બર (સમાપ્રાંત) પાકિસ્તાનની સીમા પ્રાંત (ફ્રન્ટિયર સૂબા)ની બોલી, રહેણીકરણી, ખાનપાન અને ધંધા-રોજગાર વગેરે આપણા જેવાં જ છે. અફઘાનિસ્તાન અને બલોચિસ્તાન સાથે સંકળાયેલું છે. આ ક્ષેત્ર. ખભા પર બંદૂક એ અહીંની સામાન્ય બાબત છે.
આશ્ચર્ય થાય છે કે અહીંની જૈનવસ્તી આ વિપરીત પરિસ્થિતિમાં પણ પોતાના આચાર, વિધિવિધાન, મંદિર, પૂજા અને નિત્યક્રમને કાયમ જાળવી રાખ્યાં.
બનૂ અને લિતબર બંને બાજુબાજુનાં શહેરો છે. બન્નમાં જૈનોના બીજા તીર્થંકર શ્રી અજિતનાથનું ખૂબ સુંદર મંદિર હતું. એક માળ પછી શિખર શરૂ થતું હતું. શિખરની બનાવટ એવી હતી કે પોતાના કેન્દ્રથી શરૂ થઈને તેની ગોળાઈ થોડી વધતી જતી હતી, પછી ધીમે ધીમે ગોળાઈ ઓછી થતી અને ઊંચાઈ વધતી જતી હતી.
વર્તમાનમાં શિખર ખૂબ જૂનું અને કાળું પડી ગયું છે. ઉપરનો કળશ હવે નથી. મંદિરની સાથે ઉપાશ્રય હતો અને આખો મહોલ્લો ભાવડિયાં મહોલ્લો કહેવાતો.
ખતરગચ્છના યતિ અહીં પ્રાયે આવતા રહેતા. વિ.સં. ૧૭૨૦ (ઈ.સ. ૧૬ ૬૩)માં યતિ રામચંદ્રએ અહીં ગ્રંથ “મેઘવિનોદીની રચના કરેલ તથા આ વર્ષે માગસર સુદ-૧૩ ‘રામવિનોદ' ગ્રંથ લખ્યો.
૧૯૪૭માં બધા જૈનો અહીંધી ભારત આવી ગયા છે. મંદિર તથા ઉપાશ્રયમાં પણ ઘર બની ગયાં છે. બધા જૈન પરિવારો દાદા ગુરુદેવના પરમભક્ત હતા.
ભાવડા મહોલ્લાના લાલા પન્નાલાલ સુરાણાએ આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી બજૂના મંદિરનું નિર્માણ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૭૪માં થઈ. બનૂ અને સિતમ્બરમાં પ્રાયે સુરાણા, લૂનિયા તથા વૈદ પરિવારો વસ્યા હતા.
૪૮