________________
- -પાકિસ્તાનનાં જૈન મંદિરો- --- ----- હવે અમારું ઘર છે.'
દરવાજાની અંદર આવતાં જ એક ચોરસ મંડપ હતો. દરેક બાજુ ત્રણત્રણ તોરણોની ‘આર્ચ'. ગોળ આર્ચ પિલરો પર હતી. આ આની પાછળના વરંડાની દીવાલોમાં પણ ‘આર્ચ બનેલી હતી. સાથે મુખ્ય હોલ હતો. જમીનથી છતની ઊંચાઈ લગભગ ૧૪ ફૂટ હશે.
અહીં ફોટોગ્રાફી પછી અમે ઉપર છત પર આવ્યા. છત પર મંદિરનું શિખર હતું. શિખર ખૂબ સુંદર બન્યું હતું. આટલાં વર્ષો પછી પણ તેનો ઠાઠ એવો જ હતો. શિખરની બનાવટ એવી છે કે છતથી પહેલા માળ સુધી તો ચોરસ છે. પછી ૧૦-૧૨ ફટ બાદ ગોળાઈ લેતો ચોરસ શિખર શરૂ થાય છે. શિખરમાં ચાર ઈન બિલ્ટ’ શિખર ચારે બાજુથી એમાં સમાયેલાં છે. ચારેબાજુ ખૂબ સુંદર ચાર કમાન છે. ઉપરના ભાગમાં લગાડવામાં આવેલો કળશ હવે નથી. અમે લોકો નીચે આવી ગયા.
‘અહીં મૂર્તિ રાખવાની જગ્યા કઈ હતી ?'
‘અમે જ્યારે આ ઘરમાં આવ્યા તે સમયે આ મંદિર બંધ હતું. અહીં કોઈ મૂર્તિ નહોતી. અમે સાંભળ્યું હતું કે અહીંના ભક્ત (ભાવડા) જ્યારે ઈ.સ. ૧૯૪૭માં અહીંધી ગયા ત્યારે મંદિરની મૂર્તિઓને પણ સાથે લઈ ગયા હતા. અહીં દીવાલો પર પૂજા-પાઠ કરતા સાધુઓની તસવીરો હતી.
મેં બીજી બાજુથી શિખરની તસવીરો લીધી. મંદિરને ખૂબ સારી રીતે જોઈ લીધું હતું. વારંવાર આ શાનદાર શિખરને જોતાં કેમેરા બંધ કર્યો. મને લાગ્યું કે શિખર ઉદાસ થઈ ગયું છે !
જૈન ગ્રંથોના આધારે ખ્યાલ આવે છે કે અહીં પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ (ઋષભદેવ)ની ૩૧ ઇંચની પ્રતિમા હતી. તે મૂર્તિ, માતા ચકેશ્વરદવી, ગોમુખયક્ષ અને દાદાજી મહારાજની પાદુકા - વર્તમાનમાં આ બધું શ્રીમાલા મંદિર, ઘીવાળાનો રસ્તો, જયપુરમાં બિરાજમાન છે.
દિગંબર જૈન મંદિર, ડેરાગાજીખાં શ્વેતાંબર મંદરિની બિલકુલ પાસે, સાથેવાળી ગલીમાં ભાવડિયાં ચોકમાં જ
૪૬