________________
-----------પાકિસ્તાનનાં જૈન મંદિરો----------------
વાત એટલી સાદી નથી, જેટલી લાગે છે. જ્યારે જટિલતા અનેક હોય ત્યારે સાદગી પણ સ્વયં જટિલ બની જાય છે. સંસારમાં કાં તો કોઈ પાગલ વ્યક્તિ નગ્ન રહી શકે અથવા તો મહાવીર રહી શકે છે, જેમના માટે શરીરરૂપી વસ્ત્ર પણ બોજારૂપ હતું. આત્મા જ્યારે પરમાત્મા બની જાય છે ત્યારે તેઓને માટે શરીર કોઈ કામનું નથી. (શરીર પ્રત્યે સંપૂર્ણ નિર્મમત્વભાવ).
હવે અમે મુજફગઢ શહેરની બહાર નીકળીને ડેરાગાજીખાંવાળી સડક પર હતા. રેતીના ઊંચા-નીચા ટેકરા, ક્યાંક ઝાડી, એક જગ્યાએ ઊંટની કતાર કે જેઓ એકબીજાની પાછળ ચાલી રહ્યા હતા. અમારી ગાડી પણ દોડતી હતી. રેતીના પ્રદેશમાં સડક પણ જાણે સૂતેલી નાગણ જેવી લાગતી હતી.
આગળ સિંધુ નદીનો પુલ દેખાયો. આ સિંધુ નદી પોતાના વેગમાં વહી રહી હતી. સ્વચ્છ અને શીતળ પાણી સિંધુ, હિન્દ, હિન્દુ, ઇન્ડસ, ઈન્ડિયા - આ બધી આ નદીની દેણ છે. યૂનાનીઓએ આ ઇન્ડસ કહી. ઇન્ડસ પરથી ઈન્ડિયા થયું. આ નદીના ખોળામાં છે - હડપ્પા, મોહેંજો-દડો, કોટ ડીજી, તખ્ત ભાઈ અને ટૅક્સિલા. આ સભ્યતાઓમાંથી જન્મ્યા - રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને નાનક. પુલ, પહાડ તથા પાણી હવે પાછળ રહી ગયાં. હવે અમે ડેરાગાજીખાં પહોંચી ગયા - જૈન મંદિરોને જોવા માટે. અમે એક લાંબી ગલીને પાર કરી ડાબા હાથે પહોળી ગલીમાં વળ્યા. આ ગલીમાં હતું જૈન મંદિર.
શ્વેતાંબર જૈન મંદિર આદિનાથ ભગવાનનું મંદિર અમારી સામે હતું. આ ચોક પહેલાં ભાવડાચોક તરીકે ઓળખાતો. આ ચોકમાંથી મેં મંદિરનાં શિખરોના ફોટા લીધા. આ એક મજબૂત અને ઊંચું શિખર હતું.
ગલીમાં જ તેનો મુખ્ય દરવાજો ખૂબ મોટો છે. ઝૂલતો આર્ચવાળો દરવાજો અને દયારનાં લાકડાના બે તખ્ત, જેના પર ક્રીમ કલરના પેઈન્ટ'. દેવનાગરી લિપિમાં કદાચ મંદિરનું નામ હોઈ શકે. મેં દરવાજાનો ફોટો પાડ્યો.
દરવાજો ખખડાવતાં એક વ્યક્તિ બહાર આવી. અમે અમારો પરિચય આપ્યો અને મંદિર જોવાની આજ્ઞા માગી. તેણે અનુમતિ આપતાં કહ્યું કે, “આ
૪૫