________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
તત્કાલીન સ્થાનકવાસી શ્રી અમરમુનિજી તથા ખતરગચ્છનાં ઉપકારી સાધ્વી મહેન્દ્રપ્રભાશ્રીજીનો જન્મ કોહાટમાં થયો હતો.
(૧) મુલતાનના શ્રાવકો ત્યાંના પાર્શ્વનાથ જૈન મંદિરની પ્રાયે બધી પ્રતિમાજીઓ ૧૯૪૭માં ભારતમાં લાવ્યા હતા, જેમને આદર્શનગર જયપુરમાં બનેલ અતિભવ્ય ‘મુલતાન જૈન શ્વેતાંબર મંદિર’માં પધરાવવામાં આવી હતી. દેશવિભાજન પૂર્વે ત્યાંના શ્રાવકો ખૂબ જાગૃત અને ધર્મકર્મમાં પાકા હતા. પ્રાચીન સંદર્ભોમાં ત્યાંના બાબુ લક્ષ્મીપતિ જૈન તથા શ્રી હેમરાજ જૈન વગેરે નામ મળે છે.
(૨) મુલતાન, ડેરાગાજીખાં, બન્ને, કાલા બાગ વગેરે નગરોના શ્રાવકો આચાર્ય વિજયવલ્લભસૂરિજી પ્રત્યે પૂર્ણ સમર્પિત અને નિષ્ઠાવાન હતા. ઈ.સ. ૧૯૩૫માં ક્વેટામાં આવેલ ભયંકર ભૂકંપ પછી આ ગુરુમહારાજે ઉપરોક્ત શહેરોમાં સહાયતા કરવાની વ્યવસ્થા કરાવી હતી.
回
૪૩