________________
---પાકિસ્તાનનાં જૈન મંદિરો લખ્યું હતું - ‘જૈન દિગંબર મંદિર'. ત્રણ માળનું ખૂબ સુંદર મકાન. મને અંદરથી જવાની ઇચ્છા થઈ. હવે અહીં શું છે ?'
આમાં મકાનો છે. લોકો રહે છે.” આ મકાનને અંદરથી જોઈ શકાય ?' ના.' કેમ ?' આ પડદાવાળાં ઘર છે. અંદર જવા નહીં દે.'
મેં મારી રીતે પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યો. અંદરથી કોઈ જવાબ મળતો નહોતો. ‘જૈન દિગંબર મંદિર - હું વારંવાર વાંચતો હતો અને તેને અંદરથી જોવાની તીવ્ર ઇચ્છાને અંતરમાં જ સમાવી રહ્યો હતો.
બહાર બજારમાં દુકાન પર બેઠેલી ૭૦ વર્ષની વ્યક્તિ ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી. સલામ કરીને મેં પૂછ્યું,
આ બજારનું નામ શું છે ?' ‘આનું નામ ચૂડી સરાય બજાર છે.' “અને આ મહોલ્લાને શું કહે છે ?'
આ મહોલ્લાને જૈન મહોલ્લો કહે છે. અહીં બધા જૈન લોકો રહેતા હતા. આ મંદિર, સામેની ગલીવાળાં બે મંદિરો અને આ મોટાં મોટાં મકાનો - આ બધું તેમનું હતું. હવે આ મંદિરમાં મદરેસા છે અને પાછળના મંદિરમાં મકાનો છે.” “આ મંદિરો ખૂબ સુંદર હતાં. તેમાં મૂર્તિઓ બનેલી હતી. એક દિવસ લોકોએ બીજાં મંદિરોની જેમ આ મંદિર પર પણ હુમલો કર્યો. તે વખતે મંદિરને નુકસાન થયું.
હવે ચૂડી સરાય બજાર’, જૈન મંદિર, ભાવડિયા મહોલ્લો, ભાવડિયાં અને જોઈ ન શકાયું તે દિગંબર મંદિર - આ બધું પાછળ રહી ગયું.
મુલતાન કેંટનું દિગંબર મંદિર હવે અમે મુલતાન કેંટના જૈન મંદિરની શોધમાં નીકળ્યા. ગલીઓ, બજાર, ગાડીઓના અવાજ – આ બધામાંથી પસાર થઈ મુલતાન કેંટ પહોંચ્યા. સદર બજારમાં સડક પર ત્રણ માળની ઈમારત. પાસે દૂધવાળાની દુકાન. દરવાજા પર
૪૧