________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
ઇમારત સુંદરતા અને કળાની બોલતી તસવીર હતી.
મૂર્તિઓવાળા ઓરડામાં દેરીના મસ્તકે બની હતી એક ખૂબ સુંદર તીર્થંકરની મૂર્તિ. આ ખામોશ વાતાવરણમાં તે મૂર્તિ મને આ સ્વર્ણમંદિરની કથા સંભળાવતી હોય તેમ લાગતું હતું. અહીં તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ મૂળનાયક હતા. બાજુમાં પુરુષો તથા મહિલાઓ માટે બે ઉપાશ્રયો હતા. લોકો આનંદમા હતા. મુલતાનના મંદિરની મૂર્તિઓને જયપુરમાં પધરાવવામાં આવી હતી.
મુલતાનમાં રચાયું વિપુલ જૈન સાહિત્ય
મધ્યકાળમાં જૈન સાધુઓ, યતિઓ અને શ્રાવકોએ મુલતાનમાં મોટી માત્રામાં નૂતન સાહિત્યની રચના કરી અથવા શાસ્ત્રો - સૂત્રોની હસ્તલિખિત પ્રતિલિપિઓ તૈયાર કરી. ખતરગચ્છ, તપાગચ્છ, બડગચ્છના યતિઓ આવતા રહેતા. અહીં તેઓ ધર્મપ્રચારની સાથે પોતાના ભક્ત શ્રાવકોના આચારવિચાર તથા વિધિવિધાનમાં સહયોગ આપતા હતા. બાળ, યુવા, મહિલા તથા પુરુષો - સૌ તેમની પાસેથી શીખતા હતા.
તિઓ સાધુવેશ ધારણ કરતા, પરંતુ મનિવાસ, ધનસંગ્રહ, ઔષધ, મંત્રતંત્રાદિ કરતા હતા. તેઓ પ્રાય: બ્રહ્મચારી હતા. હકીકતમાં યતિસંસ્થા જૈન સાધુ અને ગૃહસ્થ વચ્ચેની જોડતી કડી હતી.
દાદાગુરુ
ગણધર સાદ્ધશતક (વિ.સં. ૧૨૯૫, ઈ.સ. ૧૨૩૮)ની બૃહવૃત્તિમાં ઉલ્લેખ છે કે આચાર્યશ્રી જિનવલ્લભસૂરિ તથા તેમના શિષ્ય પ્રથમ દાદાગુરુ જિનદત્તસૂરિનું પોતાના સાધુઓ સાથે સિંધમાં આગમન થયું અને મરોટ, ઉચ્ચનગર તથા મુલતાનમાં ચાતુર્માસ કર્યા. સિંધપ્રદેશમાં જ પાંચ પીરોને સાધ્યા. ઇ.સ. ૧૯૦૭-૦૮માં તપાગચ્છીય આચાર્ય વિજયલબ્ધિસૂરિએ અહીં આઠ માસ સ્થિરતા કરી હતી.
મુલતાનમાં જૈન સાધુઓ તથા યતિઓ દ્વારા રચવામાં આવેલા લગભગ ૨૫-૩૦ ગ્રંથોની યાદી (ગ્રંથ, રચયિતા, સમય સહિત) પં. હીરાલાલજી ગડે પોતાના ગ્રંથ ‘મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ’માં આપેલ છે. ગત સદીમાં ઉર્દૂ ભાષામાં પણ મુલતાનથી કેટલાંય પુસ્તકો છપાયાં હતાં. સંસ્કૃત, પ્રાકૃત તથા હિન્દીના
૩૯